પેટ્રોલ પંપ ખોલીને મહિને કરો લાખોની કમાણી, કંપની મગાવી રહી છે અરજી

જો તમારો ઇરાદો બિઝનેસ કરવાનો છે તો એક સારો વિકલ્પ મળી રહ્યો છે 

પેટ્રોલ પંપ ખોલીને મહિને કરો લાખોની કમાણી, કંપની મગાવી રહી છે અરજી

નવી દિલ્હી : જો તમારો મુડ તમારો બિઝનેસ આગળ વધારવાનો છે અને ભવિષ્યમાં નોકરી છોડીને બિઝનેસ કરવાનો પ્લાન હોય તો એક બહુ સારી તક મળી છે. આ માટે પેટ્રોલ પંપ ખોલવાનો વિકલ્પ સારો સાબિત થઈ શકે છે. હાલમાં બાઇક અને કારની વધી રહેલી સંખ્યા વચ્ચે પેટ્રોલ તેમજ  ડીઝલની ડિમાન્ડ સતત વધી રહી છે. આ સંજોગોમાં પેટ્રોલ પંપ ખોલવાનો વિકલ્પ સારો બિઝનેસ સાબિત થઈ શકે છે. હાલમાં દેશમાં સરકારી કંપની ઇ્ન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) મોટાભાગના પેટ્રોલ પંપની માલિકી ધરાવે છે. 

2017ના ઓક્ટોબરના આંકડા પર નજર ફેરવીએ તો દેશમાં લગભગ 60,799 પેટ્રોલ પંપ છે જેમાં 45 ટકા પેટ્રોલ પંપ છેલ્લા છ વર્ષમાં ખુલ્યા છે. પેટ્રોલ પંપની આ સંખ્યાની બાબતમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા નંબર પર છે. 2011માં ભારતમાં 41,947 આઉટલેટ હતા જેમાંથી 2,983 પેટ્રોલ પંપ રિલાયન્સ ઇ્ન્ડસ્ટ્રી તેમ એસ્સાર ઓઇલ જેવી ખાનગી કંપનીઓના હતા. 

વર્તમાન આંકડા પ્રમાણે દેશમાં 5,474 આઉટલેટ બે પ્રાઇવેટ કંપનીઓના છે. આમાં એસ્સાર ઓઇલના 3,980 તેમજ બાકીના પેટ્રોલ પંપ રિલાયન્સના છે.  આ સંજોગોમાં એસ્સાર ઓઇલ પોતાનો રિટેલ બિઝનેસ વધારવા માટે આખા દેશમાં નવા પેટ્રોલ પંપ ખોલવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ પોતાની વેબસાઇટ પર જાણકારી આપી છે. જો તમારે પેટ્રોલ પંપ ખોલવો હોય તો એની પર અરજી કરવી જોઈએ. 

એસ્સાર ઓઇલનો પેટ્રોલ પંપ ખોલવા માટે વધારે જાણકારી કંપનીની વેબસાઇટ www.essaroil.co.in પરથી મેળવી શકશો. કંપનીની ફ્રેન્ચાઇઝ ખોલવા માટે અહીં ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. 12 પેજના આ ફોર્મમાં કંપનીએ તમામ જાણકારી માગી છે. આ ફોર્મ ભરીને મોકલીને મોકલવા પછી જ પ્રક્રિયા શરૂ થશે. એસ્સાર ઓઇલના ફોર્મમાં નામ અને એડ્રેસની સાથે જ બીજી અન્ય જરૂરી વિગતોની માહિતી આપવી પડશે. 

કોના છે કેટલા પંપ?

  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - 26,489
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ - 14,675
  • ભારત પેટ્રોલિયમ - 14,161
  • એસ્સાર ઓઇલ - 3,980
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ - 1,400

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news