Marutiએ લોન્ચ કરી નવી કાર, કિંમત થોડી વધારે પણ ફિચર છે જબરદસ્ત

મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki)ની આ નવી કારનું ઇન્ટિરીયલ પણ ખાસ છે

Punita Vaidya Punita Vaidya | Updated: May 9, 2018, 06:04 PM IST
Marutiએ લોન્ચ કરી નવી કાર, કિંમત થોડી વધારે પણ ફિચર છે જબરદસ્ત

નવી દિલ્હી : મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki)એ નાની એસયુવી કાર વિટારા બ્રિઝાનું ઓટોમેટિક ગિયર શિફ્ટ (AGS) વર્ઝન લોન્ચ કર્યું છે. વિટારા બ્રિઝાના નવા વર્ઝનના લુકમાં પણ કંપનીએ બદલાવ કર્યો છે. કંપનીએ કારના અંદરના અને બહારના લુકમાં પણ સારો એવો બદલાવ કર્યો છે. કારના નવા અલોય વ્હીલમાં ગ્લોસી બ્લેક ફિનીશ આપવામાં આ્વ્યું છે. ફ્રન્ટ ક્રોમ ગ્રિલ તેમજ બેક ડોર ક્રોમ ગાર્નિશ કારને બેહતર લુક આપે છે. 

કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે કોમ્પેક્ટ એસયુવીન ઇ્ન્ટિરીયરને સંપૂર્ણ રીતે બ્લેક રંગમાં તૈયાર કરવામાં આ્વ્યું છે. દિલ્હીમાં બ્રિઝાની એક્સ શો રૂમ કિંમત 8.54થી 10.49 લાખ રૂ. રાખવામાં આવી છે. મારુતિનો દાવો છે કે એજીએસ વેરિઅન્ટ સિવાય બ્રિઝાની મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટનું વેચાણ પણ ચાલુ જ રહેશે. બ્રિઝાના નવા વેરિઅન્ટમાં પહેલાં કરતા વધારે સેફ્ટી ફિચર્સ છે. 

PICS : છોટાઉદેપુરનો રસ્તો રંગાયો લોહીથી, જોરદાર અકસ્માતમાં 7ના મોત

આ નવા મોડલમાં હાઇસ્પિડ વોર્નિંગ એલર્ટ, બે એરબેગ, એબીએશ સાથે ઇબીડી, રિવર્સ પાર્કિંગ સેન્સર અને ફ્રન્ટ સીટ બેલ્ટ પ્રી-ટેન્શનર્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close