મારુતિએ વધાર્યા તમામ મોડલ્સના ભાવ, નવી કિંમતો એક ક્લિક પર

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 03:18 PM IST
મારુતિએ વધાર્યા તમામ મોડલ્સના ભાવ, નવી કિંમતો એક ક્લિક પર

નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બજેટ પહેલાં કંપનીએ પોતાની કારની કિંમતોમાં વધારો કરી દીધો છે. મારુતિની નવી કારની કિંમતોમાં 17 હજાર રૂ. સુધીનો વધારો થયો છે. આ નવી કિંમતોને તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ મારુતિએ નવા વર્ષમાં પોતાની કાર પર યર એન્ડ સેલ ચાલુ રાખ્યું હતું પણ નવા વર્ષના 10 દિવસમાં જ કંપનીએ કિંમતમાં વધારો કરી દીધો છે.

વધી કિંમતો
મારુતિના અલગ-અલગ મોડલ્સ પર 1700 રૂ.થી 17 હજાર રૂ.નો વધારો કરાયો છે. હકીકતમાં એડમિનિસ્ટ્રેશન કોસ્ટ, રો મટિરીયલ અને વિતરણ ખર્ચમાં વધારો થવાના કારણે કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 

પહેલાં જ કર્યો હતો ઇશારો
મારુતિએ ગયા મહિને યર એન્ડ સેલ વખતે જ ઇશારો કર્યો હતો કે નવા વર્ષમાં કારની કિંમતોમાં વધારો થશે. આ ઇશારા પ્રમાણે જ હવે કંપનીએ પોતાના મોડલ્સની કિંમત વધારી દીધી છે. આ સિવાય હોન્ડા કાર્સે પણ 8 જાન્યુઆરીથી પોતાના મોડલ્સની કિંમત વધારી દીધી છે. કંપનીએ અલગઅલગ મોડલ્સ પર 6000 રૂ.થી માંડીને 32000 રૂ.નો વધારો કર્યો છે. આ સિવાય ફોર્ડ ઇન્ડિયા, તાતા મોટર્સ, હ્યુંડઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્કોડા તેમજ રેનો જેવી ઓટોમોબાઇલ કંપનીઓએ પણ પોતાના મોડલ્સની કિંમત વધારી છે. 

આ રહ્યા નવા અંદાજિત સ્ટાર્ટિંગ ભાવ 

  • મારુતિ અલ્ટો 800 - 2.51 લાખ રૂ. (નવો ભાવ), 2.46 લાખ રૂ. (જુનો ભાવ)
  • ઓલ્ટો કે10 -  3.30 લાખ રૂ. (નવો ભાવ), 3.26 લાખ રૂ. (જુનો ભાવ)
  • મારુતિ સેલેરિઓ - 4.20 લાખ રૂ. (નવો ભાવ), 4.16 લાખ રૂ. (જુનો ભાવ)
  • મારુતિ ઇગ્નીસ - 4.66 લાખ રૂ. (નવો ભાવ), 4.56 લાખ રૂ. (જુનો ભાવ)
  • મારુતિ વેગનઆર - 4.15 લાખ રૂ. (નવો ભાવ), 4.10 લાખ રૂ. (જુનો ભાવ)
  • મારુતિ બલેનો - 5.35 લાખ રૂ. (નવો ભાવ), 5.26 લાખ રૂ. (જુનો ભાવ)
  • સ્વિફ્ટ ડિઝાયર - 5.56 લાખ રૂ. (નવો ભાવ), 5.43 લાખ રૂ. (જુનો ભાવ)
  • વિટારા બ્રિઝા - 7.28 લાખ રૂ. (નવો ભાવ), 7.26 લાખ રૂ. (જુનો ભાવ)