ફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે

જો તમારું ખાતું એચડીએફસીમાં હોય તો આ સમાચાર તમારા માટે છે 

ફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે

નવી દિલ્હી : જો તમારું ખાતું એચડીએફસી બેંકમાં હોય તો તમારા માટે ખાસ સમાચાર છે. બેંકની નવી મોબાઇલ એપમાં ખામી આવ્યા પછી હવે જુની મોબાઇલ બેંકિંગ એપને ગૂગલ પ્લેસ્ટોર (google play store) અને એપ સ્ટોર પર રી-સ્ટોર કરી દેવામાં આવે છે. હકીકતમાં બેંકની નવી નેટ બેન્કિંગ એપ સતત પાંચ દિવસથી નોન રિસ્પોન્સિવ હતી. આ પછી બેંકે મજબૂર થઈને ફરી એકવાર જુની એપને રિસ્ટોર કરી દેવામાં આવી છે.

હકીકતમાં ગયા દિવસોમાં એચડીએફસી બેંક તરફથી યુઝર્સને જાણકારી આપવામાં આવી છે કે 2 ઓગસ્ટથી બેંકની મોબાઇલ એપ્લિકેશન કામ કરતી બંધ થઈ ગઈ છે. હકીકતમાં એચડીએફસી બેંકે સુરક્ષાના કારણોસર પોતાની જુની સિસ્ટમને અપડેટ કરી દીધી છે પણ હવે બેંકની નવી મોબાઇલ એપ જ કામ નથી કરી રહી. નોંધનીય છે કે એક પ્રાઇવેટ કંપનીએ એચડીએફસી બેંકની એપ્લિકેશનને ગયા અઠવાડિયે મંગળવારે લોન્ચ કરી છે પણ યુઝર્સની ફરિયાદ છે કે તેઓ નવી એપમાં લોગ-ઇન નથી કરી શકતા. 

યુઝર્સની ફરિયાદ પછી બેંક તરફથી માફી માંગવામાં આવી હતી અને બેંક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલાને બહુ જલ્દી ઉકેલી લેવાનો પ્રયાસ કરી લેવામાં આવશે. જે યુઝર્સની એપ ઓટો અપડેટ થઈ ગઈ છે તેમની પાસે ફોન બેન્કિંગ, મિસ્ડકોલ બેન્કિંગ તેમજ ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બેંકે પાંચ દિવસ સુધી આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે એ શક્ય ન બન્યું ત્યારે જુની એપને ફરી રિસ્ટોર કરી દેવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news