સૌથી નાની ઉંમરમાં અરબપતિ બન્યો ભારતનો આ વ્યક્તિ, કરે છે આ કામ

મોબાઇલ વોલેટ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા (39) સૌથી નાની ઉંમમના ભારતીય અરબપતિ છે. જ્યારે એલ્કેમ લેબોરેટરીના સેવાનિવૃત ચેરમેન સંપ્રદા સિંહ (92) સૌથી વૃદ્ધ ભારતીય અરબપતિ છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 7, 2018, 08:32 PM IST
 સૌથી નાની ઉંમરમાં અરબપતિ બન્યો ભારતનો આ વ્યક્તિ, કરે છે આ કામ

નવી દિલ્હીઃ મોબાઇલ વોલેટ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા (39) સૌથી નાની ઉંમરના અરબપતિ છે. જ્યારે એલ્કેમ લેબોરેટરીના સેવાનિવૃત ચેરમેન સંપ્રદા સિંહ (92) સૌથી વૃદ્ધ ભારતીય અરબપતિ છે. ફોર્બ્સે દુનિયાના અરબપતિની યાદીમાં 1.7 અરબ ડોલરની સંપત્તિ સાતે વિજય શેખર શર્માને 1394માં નંબરે રાખ્યા છે. શર્મા 40 વર્ષથી ઓછી ઉંમરના એકમાત્ર અરબપતિ છે. શર્માએ 2011માં મોબાઇલ વોલેટ પેટીએમની સ્થાપના કરી હતી. આ સાથે ઈ-કોમર્સ વ્યાપાર અને પેટીએમ મોલ અને પેટીએમ પેમેન્ટ બેન્ક પણ ઊભી કરી હતી. 

25 કરોજ રજીસ્ટ્રેડ ઉપયોગકર્તા
ફોર્બ્સે કહ્યું, નોટબંધીના સૌથી મોટી લાભાર્થિયોમાંથી એક પેટીએમના 25 કરોડથી વધુ રજીસ્ટર્ડ ઉપગોયકર્તા છે અને આ મંચ પર દરરોજ 70 લાખની લેવદ-દેવડ થાય છે. શર્માની પાસે પેટીએમની 16 ટકા હિસ્સેદારી છે. જેનું મૂલ્ય 9.4 અરબ ડોલર છે. આ વચ્ચે એલ્કેમ લેબોરેટરીના સેવાનિવૃત ચેરમેન સંપ્રદા સિંહ સૌથી વયોવૃદ્ધ ભારતીય ઉદ્યોગપતિ છે. 1.2 અરબ ડોલરની સંપત્તિ સાથે તેમની યાદીમાં 1867મું સ્થાન મળ્યું છે. 

દુકાન પર કામ કરતા હતા આ અરબપતિ
સિંહે એલ્કેમની સ્થાપના 25 વર્ષ પહેલા કરી હતી. પોતાનો બિઝનેસ શરૂ કર્યા પહેલા તે એક દવાની દુકાનમાં કામ કરતા હતા. તમને જણાવી દઈએ કે બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની તરફથી વર્ષ 2018ના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં પ્રથમ નંબરે એમેઝોનના સીઈઓ જેફ બેસોસ છે. ફોર્બ્સ અનુસાર જેફ બેજોસની કુલ સંપત્તિ લગભગ 112 અરબ ડોલર નોંધવામાં આવી છે. 

મુકેશ અંબાણી 19માં સ્થાને
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 40 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વની ધનવાન વ્યક્તિઓની યાદીમાં 19મા નંબર પર છે. એશિ્યાની સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીથી અમેઝોન લગભગ 8 ગણી મોટી કંપની છે.

બીજા નંબરે બિલ ગેટ્સ
ફોર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બિલ ગેટ્સ બીજા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 90 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ત્રીજા સ્થાન પર બર્કશાયર હાથવેના સીઇઓ વોરન બફેટ 87 બિલિયન ડોલરની સંપત્તિ સાથે છે. આ યાદીમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને 72 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પાંચમું સ્થાન મળ્યું છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close