વધી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત, કારણ કે...

રોજ નક્કી થનારી કિંમતનો ભાર અંતે તો ગ્રાહકના ખિસ્સા પર જ આવે છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 16, 2018, 02:53 PM IST
વધી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત, કારણ કે...

નવી દિલ્હી : સીરિયામાં ચાલી રહેલા તણાવની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર પડી શકે છે. એના રોજ નક્કી થનારી કિંમતનો બોજ તો આ્રખરે ગ્રાહકના ખિસ્સા પર જ પડે છે. હવે વૈશ્વિક સ્તર પર તંગ બની રહેલા સંબંધોની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત પર પડી શકે છે. સીરિયામાં હુમલા પછી રશિયા અને અમેરિકા સામસામે આવી ગયા છે. તેમની વચ્ચે તણાવ એટલો બધો વધી ગયો છે કે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આખી દુનિયાના શેરબજાર પછાડાયા છે. હવે સીરિયા પર અમેરિકાએ કરેલા હુમલાની કિંમત તમારા ખિસ્સાએ કદાચ ચૂકવવી પડશે અને એનું કારણ છે કાચા તેલની કિંમતમાં વધારો. જો આ સિલસિલો યથાવત રહ્યો તો ભારતમાં પણ પેટ્રોલિયમ પદાર્થોની કિંમત વધી શકે છે્.  

હાલમાં ક્રુડ ઓઇલન  કિંમત છેલ્લા ત્રણ વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે. આ સંજોગોમાં સીરિયા સંકટ તેમજ ઇરાન પર નવા પ્રતિબંધની તૈયારીની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર પડી શકે છે. રિસર્ચ ફર્મ જેપી મોર્ગને આપેલ માહિતી પ્રમાણે બ્રેંટ ક્રુડની કિંમત 80 ડોલર પ્રતિ ડોલરને પાર કરી શકે છે. હાલમાં આ કિંમત 71.85 ડોલર પ્રતિ બેરલ છે. 

રાજકોટમાં બીજા ધોરણમાં ભણતી ટબુકડી પર પંદર દિવસમાં ત્રણ વાર દુષ્કર્મ, દિલ હચમચાવી દેતી હકીકતો

જેપી મોર્ગને આપેલી માહિતી પ્રમાણે અમેરિકાના સીરિયાના પરના હુમલાના કારણે મધ્યપુર્વમાં તણાવ વધી ગયો છે. હાલમાં ઇરાન પર અમેરિકા નવેસરથી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સંજોગોમાં ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થઈ શકે છે. જો કાચા તેલની કિંમત 80 ડોલર સુધી પહોંચે તો એની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર પડી શકે છે. હાલમાં તો ભારતમાં મંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે અને આ ભાવ લીટરના 82 રૂ. છે અને આ આંકડો 90 રૂ. સુધી પહોંચી શકે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close