પેટ્રોલ તથા ડિઝલ 2 રૂપિયા સુધી થઇ શકે છે સસ્તું: 7 મહિના બાદ ઘટાડાની શક્યતા

વૈશ્વિક માંગ ઘટવા ઉપરાંત ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારી દેવામાં આવતા ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટા ઘટાડાની શક્યતા

પેટ્રોલ તથા ડિઝલ 2 રૂપિયા સુધી થઇ શકે છે સસ્તું: 7 મહિના બાદ ઘટાડાની શક્યતા

નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલ ટુંકમાં જ સસ્તા થાય તેવી શક્યતાઓ છે. છેલ્લા થોડા દિવસોમાં ક્રૂડમાં નરમી જોવા મળી રહી છે. 7 મહિનામાં પહેલીવાર એવું થશે જ્યારે પેટ્રોલ - ડિઝલ સસ્તા થવાની આશા છે. તે અગાઉ ક્રૂડમાં તેજીનાં કારણે સતત પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધી રહ્યા હતા. છેલ્લા 7 મહિનામાં પેટ્રોલ 9 રૂપિયા મોંઘુ થઇ ચુક્યું છે. જો કે હવે ક્રુડની કિંમતોમાં ઘટાડો થવાનાં કારણે પેટ્રોલ ડિઝલની કિંમતમાં ઘટાડાની શક્યતાઓ જોવાઇ રહી છે.

કાચા તેલમાં છેલ્લા થોડા દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાંતોનાં અનુસાર ક્રૂડની કિંમત 62 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડિઝલની કિંમતો પર પણ જોવા મળશે. જો ક્રૂડ 62 ડોલર સુધી આવે છે તો પેટ્રોલ - ડિઝલ પોતાની જુની કિંમત પર પરત ફરી જશે. પેટ્રોલ ડિઝલની કિંમતોમાં આશરે 2 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે.

છેલ્લા બે દિવસમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસાનો અને ડિઝલમાં 28 પૈસાનો ઘટાડો થયે છે. હાલ દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 73.01 રૂપિયા છે જ્યારે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં તેનો ભાવ 63.62 રૂપિયા પ્રતિ લિટર છે. 
ઓપેક દેશોએ કાચા તેલનાં ઉત્પાદન ડિસેમ્બરની તુલનાએ વધાર્યું છે. બીજી તરફ ગ્લોબલ ડિમાન્ડમાં ઘટાો આવ્યો છે. વૈશ્વિક સંકેતોને જોતા કાચા તેલની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. ક્રુડ જેમ જેમ નીચે આવશે પેટ્રોલ - ડિઝલી કિંમતમાં તેટલો જ ઘટાડો આવશે. પેટ્રોલ - ડિઝલની જીએસટીનાં વર્તુળમાં લાવવું જોઇએ. તેનાં કારણે પેટ્રોલ તથા ડિઝલની કિંમતો પર નિયંત્રણ રાખી શકાશે તેવું પણ નિષ્ણાતોનું એક મંતવ્ય હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news