ફરી આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, જાણો આજનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સિલસિલો ફરી શરૂ થઇ ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ્ના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરીથી 69 રૂપિયાથી ઉપર જતો રહ્યો છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Jan 11, 2019, 10:46 AM IST
ફરી આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, જાણો આજનો ભાવ
ફાઇલ તસવીર

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સિલસિલો ફરી શરૂ થઇ ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ્ના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરીથી 69 રૂપિયાથી ઉપર જતો રહ્યો છે.

આ રહ્યા ચાર મહાનગરોના ભાવ
ઈંડિયન ઓઈલની વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 69.07 રૂપિયા, 71.20 રૂપિયા, 74.72 રૂપિયા અને 71.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ વધીને ક્રમશ 62.81 રૂપિયા, 64.58 રૂપિયા, 65.73 રૂપિયા અને 66.31 રૂપિયા થઇ ગયા છે. દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ચેન્નઇમાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો. તો બીજી તરફ ડીઝલના ભાવમાં દિલ્હી અને કલકત્તામાં 28 પસિઆ, જ્યારે મુંબઇ અને ચેન્નઇમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 

Maruti Suzuki ગ્રાહકોને આપ્યો ઝટકો, આજથી આટલી મોંઘી થશે કાર્સ

એક ઓઈલ કંપનીના વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો પુરો ફાયદો સામાન્ય જનતાને આપવામાં આવ્યો છે. જો ક્રૂડ ઓઈલની કિંમત વધશે તો તેન્નો ભાર પણ સામાન્ય પર નાખવામાં આવશે. ઓઈલ નિર્યાતક દેશોના સંગઠન ઓપેકના ઉત્પાદન ઘટવાથી અને વૈશ્વિક સ્તર પર માંગ સારી રહેવાની સંભાવનાથી બ્રેંટ ક્રૂડ વધીને ફરીથી 60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે. માર્ચ ડિલીવરી માટે બ્રેંટ સાડા ત્રણ અઠવાડિયામાં પહેલીવાર 60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે. 

7 જાન્યુઆરીના રોજ વધ્યા હતા ભાવ
તમને જણાવી દઇએ કે 1 જાન્યુઆરીના પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ કિંમતોમાં ફેરફાર થયો ન હતો. પરંતુ ચાર જાન્યુઆરીના રોજ 21 પૈસા અને પછી 5 જાન્યુઆરીના રોજ 15 પૈસા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું. ત્યારબાદ છ જાન્યુઆરીના રોજ કિંમત સ્થિર હતી, જ્યારે 7 જાન્યુઆરીના રોજ કિંમત પહેલીવાર વધી. ત્યારબાદ 8 અને 9 જાન્યુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલ જૂના સ્તર પર છે. 

ગૂગલે આ 85 એપ્સને ગણાવી ખતરનાક, તાત્કાલિક ફોનમાંથી કરો ડિલીટ

આગામી દિવસોમાં હજુ વધી શકે છે ભાવ
ગત એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચનાર ક્રૂડ ઓઈલ હવે ફરીથી 57.56 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. એવામાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલમાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ્ના ભાવમાં વધારો કરી શકે છે. 

ઇકોનોમીને થયું નુકસાન
ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક ઉછાળો આવતાં ના ફક્ત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે, પરંતુ તેનું નુકસાન દેશની મેક્રો ઈકોનોમીને પણ થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક સ્ટડીમાં કહ્યું છે કે ડેફિસિટ વધી શકે છે. મોંઘવારી અને ફિસ્કલ ડેફિસિટના આંકડા પ્રભાવિત થઇ શકે છે અને આ બધાની અસર ગ્રોથ પર પડશે. 

બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.