PNB મહાકૌભાંડ: SFIOએ બેંકના એમડી સુનીલ મહેતાની કરી પૂછપરછ

હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 12,636 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે સમન જારી થયા બાદ પીએનબીના એમડી અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનિલ મહેતા બુધવારે સીરિયર ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) સમક્ષ હાજર થયાં.

Viral Raval Viral Raval | Updated: Mar 7, 2018, 01:09 PM IST
PNB મહાકૌભાંડ: SFIOએ બેંકના એમડી સુનીલ મહેતાની કરી પૂછપરછ
ફાઈલ તસવીર

નવી દિલ્હી/મુંબઈ: હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 12,636 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે સમન જારી થયા બાદ પીએનબીના એમડી અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનિલ મહેતા બુધવારે સીરિયર ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) સમક્ષ હાજર થયાં. SFIOએ આ મામલે સુનિલ મહેતાની પૂછપરછ કરી. જો કે હજુ મીડિયામાં એ જાણકારી આવી નથી કે SFIOએ તેમને શું જાણકારી આપી. આ અગાઉ મંગળવારે એક્સિસ બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાઈરેક્ટર વી શ્રીનિવાસન પણ SFIOની મુંબઈ ઓફિસ બહાર જોવા મળ્યા હતાં.

ચંદા કોચર અને શિખા શર્માને પણ નોટિસ
આ અગાઉ પીએનબી મહાકૌભાંડમાં SFIOની મુંબઈ વિંગએ આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચર અને એક્સિસ બેંકના એમડી શિખા શર્માને પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું. તેમના પર આરોપ છે કે 31 બેંકોએ મેહુલ ચોક્સીના ગીતાંજલી ગ્રુપને લગભગ 5280 કરોડ રૂપિયાથી પણ વધુની લોન આપી હતી. જેમાં આઈસીઆઈસીઆઈ બેંકના લગભગ 405 કરોડ રૂપિયાની સાથે સાથે એક્સિસ બેંકની પણ મોટી રકમ છે.

ઈડીને હાઈકોર્ટે પાઠવી નોટિસ
બીજી બાજુ નીરવ મોદીએ આ સમગ્ર મામલે દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી દાખલ થઈ છે. જેના પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટરેટ (ઈડી)ને નોટિસ જારી કરી છે. આ નોટિસ ઈડીને નીરવ મોદીની અરજીના આધારે જારી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ હાઈકોર્ટે આ સમગ્ર મામલાને સ્કેચી ગણાવ્યો છે. કોર્ટે ઈડીને આ મામલા સંબંધિત તમામ દસ્તાવેજો રજુ કરવા માટે જણાવ્યાં છે. દિલ્હી હાઈકોર્ટમાં આ મામલાની વધુ સુનાવણી હવે 19 માર્ચ 2018ના રોજ બપોરે 2.15 વાગ્યે થશે.

જનરલ મેનેજર-ટ્રેઝરી એસકે ચંદની પણ કરાશે પૂછપરછ
આ અગાઉ મહાકૌભાંડ સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી ઝડપી બનાવી છે. જે મુજબ સોમવારે સીબીઆઈએ પીએનબીના જનરલ મેનેજર-ટ્રેઝરી એસ કે ચંદની પણ પૂછપરછ કરી હતી. મહાકૌભાંડના ચાર આરોપીઓ મનીષ કે બોસમિયા, મિતન અનિલ પંડ્યા, સંજય રાંભિયા અને સંપત એન્ડ મહેતાને પણ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 17 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

નીરવ મોદી સામે બિનજામીનપાત્ર વોરંટ
નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર કડક કાર્યવાહી હાથ ધરાતા મુંબઈની એક વિશેષ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યુ છે. અત્રે જણાવવાનું કે નીરવ મોદી અમેરિકા ભાગી ગયો છે અને ત્યાંથી પત્ર લખીને તે કહી ચૂક્યો છે કે કોઈ પણ કિંમતે તે પીએનબીના લેણાની ચૂકવણી કરશે નહીં.