RBIએ ફરી જારી કરી ચેતવણી, જો નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ દેશના નાગરિકોને સાવચેત કર્યા છે જે દરેક નાગરિકે જાણવું જરૂરી છે. આરબીઆઈ તરફથી જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બેન્કના નામે એક નકલી વેબસાઈટ ચાલી રહી છે. તેની જાણકારી વધુમાં વધુ લોકોને પહોંચાડવી જરૂરી છે. આરબીઆઈ તરફથી નકલી વેબસાઈટની લિંક પણ શેર કરવામાં આવી છે. આ નકલી વેબસાઈટનો લુક આરબીઆઈની અસલી વેબસાઈટ જેવો જ છે. 

Viral Raval Viral Raval | Updated: Feb 9, 2018, 02:50 PM IST
RBIએ ફરી જારી કરી ચેતવણી, જો નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો
ફાઈલ તસવીર

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ દેશના નાગરિકોને સાવચેત કર્યા છે જે દરેક નાગરિકે જાણવું જરૂરી છે. આરબીઆઈ તરફથી જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બેન્કના નામે એક નકલી વેબસાઈટ ચાલી રહી છે. તેની જાણકારી વધુમાં વધુ લોકોને પહોંચાડવી જરૂરી છે. આરબીઆઈ તરફથી નકલી વેબસાઈટની લિંક પણ શેર કરવામાં આવી છે. આ નકલી વેબસાઈટનો લુક આરબીઆઈની અસલી વેબસાઈટ જેવો જ છે. 

નકલી યુઆરએલ પણ જણાવી
આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એવું જાણવામાં આવ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નકલી વેબસાઈટ સંચાલિત થઈ રહી છે. આ વેબસાઈટ કોઈ અજ્ઞાત વ્યક્તિ તરફથી www.indiareserveban.org યુઆરએલથી બનાવવામાં આવી છે. નકલી વેબસાઈટનું લેઆઉટ આરબીઆઈની અધિકૃત વેબસાઈટ જેવું જ છે. આરબીઆઈ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આરબીઆઈની વેબસાઈટનો ઉપયોગ કરે તો એકવાર ચેક જરૂરથી  કરી લે.

બેંકિંગ ડિટેલની થઈ શકે છે ચોરી 
આરબીઆઈની નકલી વેબસાઈટના હોમપેજ પર બેન્ક વેરિફિકેશન વિથ ઓનલાઈન એકાઉન્ટ હોલ્ડર્સ શીર્ષકથી પ્રોવિઝન છે. એવું લાગે છે કે આ સેક્શન બેન્કના ગ્રાહકોની ગોપનીય બેંકિંગ અને પર્સનલ ડિટેલ મેળવવા માટે બનાવવામાં આવ્યું છે. આ સેક્શનમાં ગ્રાહકો તરફથી કોઈ પણ જાણકારી આપવી જોખમી બની શકે છે. 

બેંકિંગ ડિટેલ શેર ન કરો
આરબીઆઈ તરફથી જારી કરાયેલી ચેતવણીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દેશની સેન્ટ્રલ બેન્ક તરીકે સ્પષ્ટ કરવામાં આવે છે કે તેમની પાસે કોઈનું વ્યક્તિગત એકાઉન્ટ નથી અને બેન્ક ક્યારેય કોઈની પાસેથી એકાઉન્ટ ડિટેલ, પાસવર્ડ જેવી જાણકારીઓ માંગતી નથી. રિઝર્વ બેન્કે નાગરિકોને ચેતવણી આપી છે કે આવી વેબસાઈટને ઓનલાઈન કોઈ પણ જાણકારી આપવી એ તેમના માટે નુક્સાનકારક સાબિત થઈ શકે ઓછે. પર્સનલ ડિટેલ માંગીને આા હેકર્સ તેમનો દુરઉપયોગ કરી શકે છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ આરબીઆઈએ બેન્ક કસ્ટમર્સને સાવચેત કરવા માટે 'સુનો આરબીઆઈ ક્યાં કહેતા હૈ' નામના પ્રોગ્રામની શરૂઆત કરી હતી. આ પ્રોગ્રામ હેઠળ આરબીઆઈ એ સુનિશ્ચિત કરી રહી છે કે નાગરિકો સાથે કોઈ ફ્રોડ ન થાય. આ અંતર્ગત કેન્દ્રીય બેન્ક ઓનલાઈન સેફ ટ્રાન્ઝેક્શન કરવા અને નાણાકીય લેણદેણ દરમિયાન થનારા ફ્રોડથી બચવાને લઈને જાણકારી આપવામાં આવી રહી છે. આ માટે આરબીઆઈ તરફથી નાગરિકોને મોબાઈલ પર મેસેજ મોકલાય છે.