RBIની સરકારને 'રેડ એલર્ટ', PM મોદી સામે છે આ 4 મસમોટા જોખમો!

મોદી સરકાર નવી નીતિઓ દ્વારા ન્યૂ ઈન્ડિયાનો પાયો રાખવાની તૈયારીઓ તો કરી રહી છે પરંતુ હકીકતમાં તેની આગળ અનેક પડકારો છે જે તેને આગળ વધતા રોકી શકે તેમ છે. 

Viral Raval Viral Raval | Updated: Feb 11, 2018, 04:32 PM IST
RBIની સરકારને 'રેડ એલર્ટ', PM મોદી સામે છે આ 4 મસમોટા જોખમો!
ફાઈલ તસવીર

નવી દિલ્હી: મોદી સરકાર નવી નીતિઓ દ્વારા ન્યૂ ઈન્ડિયાનો પાયો રાખવાની તૈયારીઓ તો કરી રહી છે પરંતુ હકીકતમાં તેની આગળ અનેક પડકારો છે જે તેને આગળ વધતા રોકી શકે તેમ છે. રિઝર્વ બેન્કે આ અંગે સરકારને ચેતવણી જારી કરી છે.હકીકતમાં હાલમાં જ આરબીઆઈએ મોનિટરી પોલિસી દ્વારા મોદી સરકારને રેડ એલર્ટ જારી કરી. તેણે મોદી સરકારને ઈકોનોમી સંબંધિત ચાર જોખમોથી માહિતગાર કર્યા છે. આરબીઆઈએ એટલે સુધી કહ્યું છે કે જો આ જોખમો પર ધ્યાન નહીં આપવામાં આવે તો હાલત વધુ બગડી શકે છે. 

2019ની ચૂંટણી ઉપર પણ તોળાઈ રહ્યું છે જોખમ!
આરબીઆઈએ જે સંભાવનાઓ વ્યક્ત કરી છે, તેને જો મોદી સરકાર પહોંચી નહીં વળે તો પીએમ મોદીને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં નુકસાન થઈ શકે છે. જો કે સીધી રીતે તો આરબીઆઈએ આ કહ્યું નથી. પરંતુ આ ચાર જોખમો એવા છે કે જેની સીધી અસર સામાન્ય માણસો સાથે જોડાયેલી છે. આવામાં મોદી સરકારે 2019 પહેલા આ પડકારોને પહોંચી વળવું પડશે. 

મોંઘવારી સૌથી મોટો પડકાર
રિઝર્વ બેન્કે પોતાની મોનટરી પોલિસીમાં સ્પષ્ટપણે કહ્યું છે કે દેશના આર્થિક હાલાત સુધર્યા છે. કોર્પોરેટ જગતમાં પણ સારી તેજી છે. પરંતુ, કંપનીઓનો ખર્ચ વધ્યો છે. આવામાં કંપનીઓ પોતાનો ખર્ચ વસૂલવા માટે તેનો બોજો ગ્રાહકો પર નાખી શકે છે. ગ્રાહકો પર બોજો પડવાથી મોંઘવારી વધવાની સંભાવના છે. બીજી બાજુ ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો થવાથી મોંઘવારીનો ખતરો છે. આવામાં મોદી સરકારે મોંઘવારી પર લગામ કસવી પડશે. 

મોંઘુ થતુ ક્રુડ ઓઈલ બગાડશે મૂડ
મોનિટરી પોલિસીમાં એ પણ કહેવાયું છે કે ગ્લોબલ ગ્રોથ સારી ગતિથી ચાલી રહ્યો છે, આવામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની કિંમતો હજુ વધી શકે છે. જેની સીધી અસર કોમોડિટીના ભાવો પર પડશે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ બજેટ ભાષણમાં આ શંકા વ્યક્ત કરી હતી કે જો ક્રુડ ઓઈલના ભાવો વધશે તો દેશને નુકસાન થશે. હાલ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ છે. જો તે વધશે તો અર્થતંત્રને મજબુતાઈ તરફ લઈ જવું મુશ્કેલ થશે. 

રાજકોષીય ખાદ્ય
બજેટ 2018માં રાજકોષીય ખાદ્ય વધવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આરબીઆઈની મોનિટરી પોલિસીમાં પણ તેનો ઉલ્લેખ છે. રાજકોષિય ખાદ્ય વધવાથી અર્થવ્યવસ્થામાં મજબુતાઈ આવવામાં મુશ્કેલીઓ ઉભી થશે. તમામ ફેક્ટરો નબળા પડશે અને સરકાર માટે પણ ઋણ મોંઘુ થશે. સરકાર માટે એ મોટો પડકાર છે કે તે રાજકોષીય ખાદ્ય કેવી રીતે કન્ટ્રોલ કરે છે. આ સાથે વૈશ્વિક મંચ પર ભારતીય અર્થવ્યવસ્થાને લઈને દ્રષ્ટિકોણ નકારાત્મક થઈ શકે છે. 

રોકાણ માટે આકર્ષક નહીં રહે ભારત
આરબીઆઈએ મોનીટરી પોલિસીમાં જણાવ્યું છે કે રાજકોષીય ખાદ્ય વધવાથી વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવું ઘાતક બની શકે છે. વાત જાણે એમ છે કે ભારતમાં ખોટ વધવાથી અને વિક્સિત દેશોની મોનિટરી પોલિસી સામાન્ય હોવાથી ભારત માટે વિદેશોમાંથી રૂપિયા મેળવવા મુશ્કેલ બનશે. આવામાં વિદેશી રોકાણકારોથી હાથ ધોવા પડશે. રોકાણકારોનો ભારત પરથી ભરોસો ઓછો થઈ શકે છે. આ સાથે જ રોકાણ માટે સૌથી આકર્ષક દેશ હોવાનો દાવો પણ નિષ્ફળ સાબિત થઈ શકે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close