ચલણી સિક્કાઓનું પ્રોડક્શન થઈ ગયું બંધ, જાણો શું છે અસલ કારણ

દેશમાં હવે સિક્કાઓનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશની ચારેય ટંકશાળે તેનું ઉત્પાદન બંધ કરી દીધુ છે.

ચલણી સિક્કાઓનું પ્રોડક્શન થઈ ગયું બંધ, જાણો શું છે અસલ કારણ

નવી દિલ્હી: દેશમાં હવે સિક્કાઓનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશની ચારેય ટંકશાળે તેનું ઉત્પાદન બંધ કરી દીધુ છે. વાત જાણે એમ છે કે ટંકશાળોમાં સિક્કાનો ભંડાર વધી જવાના કારણે તેનું છાપકામ બંધ કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, નોટબંધી દરમિાયન લોકો તરફથી બેંકોમાં જમા કરાયેલી કરન્સીના પગલે આરબીઆઈ ટંકશાળમાંથી ઓછા સિક્કા જઈ રહ્યાં છે. જેના કારણે ટંકશાળામાં સિક્કાનો ભરાવો થઈ ગયો છે. આથી સિક્કા બનાવવા પર રોક લાગી ગઈ છે. સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પાસે મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડામાં ટંકશાળ છે. 

તત્કાળ પ્રભાવથી રોકવામાં આવ્યું પ્રોડક્શન
મુંબઈ મિંટની ઈન્ટરનેશનલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એસપીએમસીઆઈએલ દ્વારા મળેલા નિર્દેશ મુજબ ઈન્ડિયા ગવર્મેન્ટ મિંટ, મુંબઈમાં સર્ક્યુલેશન કોઈન્સનું ઉત્પાદન તત્કાળ પ્રભાવથી રોકવામાં આવશે. જો કે સિક્સાના ઉત્પાદન પર રોક લગાવવાથી જનતાને કોઈ અગવડ પડવાની નથી કારણ કે આરબીઆઈ પાસે પર્યાપ્ત સિક્કા છે. 24 નવેમ્બર 2016ના રોજ આરબીઆઈ પાસે લગભઘ 1,2,5 અને 10 રૂપિયાના 676 કરોડના મૂલ્યના ચલણી સિક્કાઓ હતાં. 

આ છે અસલી કારણ
ઈકોનોમિક ટાઈમ્સ મુજબ આરબીઆઈના એક સિનિયર અધિકારીના જણાવ્યાં મુજબ ટંકશાળોમાંથી સિક્કા એટલે ઓછા જઈ રહ્યાં છે કારણ કે આરબીઆઈના કોષાગારમાં પર્યાપ્ત જગ્યા નથી. કોષાગારમાં 500 અને 1000ની જૂની નોટો પડી છે. નવેમ્બર 2016માં નોટબંધીના પગલે તે વખતે સર્ક્યુલેશનમાં રહેલી નોટોમાંથી લગભગ 85 ટકા ગેરકાયદેસર ગણાવવામાં આવી હતી. 

કર્મચારીઓને થયુ નુકસાન 
ટંકશાળોમાં સિક્કાના પ્રોડક્શનનું કામ રોકવામાં આવતા કર્મચારીઓને નુકસાન થયું છે. અને તેઓ આ પરિણામથી  ખુશ નથી. હકીકતમાં કામ રોકાઈ જવાથી કર્મચારીઓનો ઓવરટાઈમ ખતમ થઈ ગયો છે. મુંબઈ મિટની નોટિસમાં કહેવાયું છે કે મિંટમાં હવેથી રેગ્યુલર વર્કિંગ અવર્સ રહેશે. નવા આદેશ સુધી કોઈ ઓવરટાઈમ રહેશે નહીં.

નોઈડા ટંકશાળમાં 2.53 અબજ રૂપિયાના સિક્કા
નોઈડા યુનિટના સ્ટોકમાં લગભગ 2.53 અબજ રૂપિયાના સિક્કા છે. પરંતુ આરબીઆઈએ તેને હવે લેવાનું બંધ કરી દીધુ છે. આરબીઆઈની 2016-17ના વાર્ષિક રિપોર્ટમાં કહેવાયુ છે કે સર્ક્યુલેશનમાં હાજર સિક્કાની વેલ્યુ 14.7 ટકા વધી છે. જેમાં 1 અને 2 રૂપિયાના સિક્કાનો ભાગ 69.2 ટકા હતો. આરબીઆઈ 5 અને 10 રૂપિયાની નોટોની જગ્યાએ આ સિક્કાઓના ઉપયોગ પર ભાર મૂકી રહી છે કારણ કે કાગળ કરતા મેટલ વધુ લાંબો સમય ચાલે છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news