Reliance ના big TV પર ધમાકેદાર ઓફર, 1 વર્ષ સુધી મળશે બધું જ FREE

રિલાયન્સ બિગ ટીવી સારી ઓફર લઇને આવ્યું છે. કંપનીએ ભારતીય ગ્રાહકો માટે એવો પ્લાન રજૂ કર્યો છે, જેના વિશે જાણીને તમારો ચહેરો ખીલી ઉઠશે. કંપનીએ એક વર્ષ માટે બધી જ ચેનલો ફ્રી બિલકુલ ફ્રી કરી દીધી છે. કંપનીએ ડિજીટલ ઇન્ડીયા પહેલ હેઠળ ભાગીદારી નિભાવતાં ડાયરેક્ટ ટૂ હોમ સર્વિસ હેઠળ જોરદાર પ્લાન રજૂ કર્યો છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 1, 2018, 10:36 AM IST
Reliance ના big TV પર ધમાકેદાર ઓફર, 1 વર્ષ સુધી મળશે બધું જ FREE

નવી દિલ્હી: રિલાયન્સ બિગ ટીવી સારી ઓફર લઇને આવ્યું છે. કંપનીએ ભારતીય ગ્રાહકો માટે એવો પ્લાન રજૂ કર્યો છે, જેના વિશે જાણીને તમારો ચહેરો ખીલી ઉઠશે. કંપનીએ એક વર્ષ માટે બધી જ ચેનલો ફ્રી બિલકુલ ફ્રી કરી દીધી છે. કંપનીએ ડિજીટલ ઇન્ડીયા પહેલ હેઠળ ભાગીદારી નિભાવતાં ડાયરેક્ટ ટૂ હોમ સર્વિસ હેઠળ જોરદાર પ્લાન રજૂ કર્યો છે. 

500 ફ્રી-ટૂ-એર ચેનલ્સ 5 વર્ષ માટે મફત
આ પ્લાનમાં કંપની 500 ફ્રી-ટૂ-એર ચેનલોને 5 વર્ષ માટે મફતમાં લોકોને દેખાડશે. જ્યારે પેડ ચેનલો તમે 1 વર્ષ માટે ફ્રીમાં જોઇ શકશો. તેના માટે તમારે રિલાયન્સ બિગ ટીવીના સેટ ટોપ બોક્સની પ્રી બુકિંગ કરવી પડશે. 

આજથી કરી શકો છો બુકિંગ
તમે 1 માર્ચ એટલે કે આજથી રિલાયન્સ બિગ ટીવીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને સેટ ટોપ બોક્સ માટે પ્રિ-બુકિંગ કરી શકો છો. આ પ્રી બુકિંગ માટે તમારે 499 રૂપિયા ચૂકવવા પડશે તો બીજી તરફ આઉટડોર યૂનિટ માટે 1,500 રૂપિયા ચૂકવવા પડશે.  

દર મહિને 300 રૂપિયાનું રિચાર્જ
1 વર્ષ બાદ તમારે પેડ ચેનલ જોવા માટે દર મહિને 300 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ રિચાર્જ તમારે દર મહિને કરાવવું પડશે. 2 વર્ષ સુધી આમ કર્યા બાદ તમને 2000 રૂપિયા રિફંડ કરવામાં આવશે. 

ડિજિટલ ક્રાંતિ લાવવાની તૈયારી
કંપનીના ડાયરેક્ટર વિજેન્દર સિંગે આ નવા પ્લાનની જાહેરાત કરતાં કહ્યું કે આ પ્લાન ભારતમાં મનોરંજનના ભવિષ્યને પારિભાષિત કરવા જઇ રહ્યો છે. તેમણે કહ્યું કે રિલાયન્સ બિગ ટીવી મફતમાં એક એચડી એચઇવીસી HD HEVC ટોપ બોક્સ દ્વારા મનોરંજનમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.