ટેલિકોમ બાદ હવે DTH સર્વિસ લાવી રહ્યું છે રિલાયન્સ Jio

ટેલિકોમ સેક્ટરમાં સસ્તા ડેટા પેક્સ અને ફ્રી વોઇસ કોલિંગથી તહલકો મચાવ્યા બાદ રિલાયન્સ જિયો હવે ટેલિવિઝન અને બ્રોડબેંડ સેગમેંટની દુનિયામાં પગ માંડવાની તૈયારીમાં છે. સમાચાર છે કે ડીટીએચ સેટ ટોપ બોક્સ અને આઇપીટીવી સર્વિસ લોંચ કરી શકે છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Apr 17, 2018, 10:03 AM IST
ટેલિકોમ બાદ હવે DTH સર્વિસ લાવી રહ્યું છે રિલાયન્સ Jio

નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં સસ્તા ડેટા પેક્સ અને ફ્રી વોઇસ કોલિંગથી તહલકો મચાવ્યા બાદ રિલાયન્સ જિયો હવે ટેલિવિઝન અને બ્રોડબેંડ સેગમેંટની દુનિયામાં પગ માંડવાની તૈયારીમાં છે. સમાચાર છે કે ડીટીએચ સેટ ટોપ બોક્સ અને આઇપીટીવી સર્વિસ લોંચ કરી શકે છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં આ ટેસ્ટિંગ ફેજમાં છે. રિલાયન્સ દ્વારા કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી સર્વિસનું નામ જિયોહોમ ટીવી હશે.

JIO એ ફરી ખોલ્યો ઓફરનો ખજાનો, 248 રૂપિયામાં મેળવો 2500ની ગિફ્ટ

મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે જિયોહોમ ટીવી સર્વિસમાં 200 એસડી અને એચડી ચેનલ્સ હોઇ શકે છે અને શરૂઆતી કિંમત 400 રૂપિયા હશે. થોડા દિવસો પહેલાં Myjio app પર પણ JioTV સેગમેંટ જોવા મળી રહ્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ટેસ્ટિંગ ફેજમાં છે અને એટલા માટે આ જિયો એપ પર પણ જોવા મળ્યું હતું. કંપની શું ભાવમાં આ સેવા ઉપલબ્ધ કરાવશે તે કહેવાની ના પાડી દીધી હતી, પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે મોબાઇલ ટેરિફની માફક આ ખૂબ જ સસ્તુ હશે. સ્પષ્ટ છે કે ડીટીએચ સર્વિસમાં પ્રાઇસ વોર શરૂ થશે તે નિશ્વિત છે. મોબાઇલ યૂજર્સની માફક ટીવી દર્શકોને તેનો સીધો ફાયદો થશે.

WhatsApp માં આવ્યું નવું ફીચર, વોઇસ મેસેજ મોકલવો બનશે આસાન

કહેવામાં આવી રહ્યું છે કે જિયોહોમ ટીવી eMBMS (Enhanced Multimedia Broadcast Multicast Service) પર આધારિત હોઇ શકે છે. કંપની તેના ટેસ્ટિંગમાં જોડાયેલી છે. eMBMS એક હાઇબ્રિડ ટેક્નોલોજી છે, જે ટીવી ચેનલ્સ-એફએમ રેડિયો પ્રસારિત ટેક્નોલોજી અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા અપનાવવામાં આવતી ટેક્નિકનું મિશ્રણ છે. તાજેતરમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર JioBroadcast app પણ જોવા મળી હતી.

Jio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ

પોર્ટેબિલિટીની છે રાહ?
મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની માફક ટૂંક સમયમાં ડીટીએચ પોર્ટેબિલિટી સર્વિસ પણ શરૂ થવા જઇ રહી છે. તેના માટે સીડોટે ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં આખા દેશમાં લાગૂ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે જિયો ડીટીએચ સર્વિસની શરૂઆત કરશે જેથી બીજા સર્વિસ પ્રોવાઇડરના ગ્રાહકોને સરળતાથી પોતાની તરફ લાવી શકે.