ખુબ દેવામાં ડૂબેલા નાના ભાઈની મદદ આવ્યાં મુકેશ અંબાણી, પિતાના બર્થડે પર કરી ડીલ

 મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના સ્પેક્ટ્રમ, મોબાઈલ ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સહિત અન્ય મોબાઈલ કારોબારી અસ્કયામતોને ખરીદવા માટે ડીલ કરી છે. 

 ખુબ દેવામાં ડૂબેલા નાના ભાઈની મદદ આવ્યાં મુકેશ અંબાણી, પિતાના બર્થડે પર કરી ડીલ

નવી દિલ્હી: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના સ્પેક્ટ્રમ, મોબાઈલ ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સહિત અન્ય મોબાઈલ કારોબારી અસ્કયામતોને ખરીદવા માટે ડીલ કરી છે. રસપ્રદ વાત એ છે કે બંને ભાઈઓએ પિતા ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ 28 ડિસેમ્બરે આ ડીલ કરી છે. આ ડીલને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની કંપની આરકોમ માટે મોટી રાહત સ્વરૂપે જોવામાં આવી રહી છે. આરકોમ લગભગ 45000 કરોડ રૂપિયાના ભારે દેવા હેઠળ દબાયેલી છે. લાંબા સમયથી આ દેવું ચૂકાવવાના પ્રયત્નોમાં છે. 

રિલાયન્સ જિયોના એક નિવેદનમાં આ ડીલ અંગે જાણકારી અપાઈ છે. કંપનીએ કહ્યું છે કે તેણે આ અંગે એક નિશ્ચિત સમજૂતિ કરી છે. જિયોના નિવેદનમાં કહેવાયું છે કે જિયો કે તેની નામિત શાખાઓ આ ડીલ અંતર્ગત આરકોમ અને તેની સંલગ્ન શાખાઓ પાસેથી ચાર શ્રેણી-ટાવર, ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્ક, સ્પેક્ટ્રમ અને મીડિયા કનવર્જન્સ નોડ્સ(એસીએન) અસ્કયામતો  ખરીદશે.

જિયો સફળ બીડર તરીકે ઊભરી આવી

જિયોનું કહેવું છે કે ઉપરોક્ત અસ્કયામતો રણનીતિક રીતે મહત્વની છે અને તેનાથી જિયો દ્વારા વાયરલેસ તથા ફાઈબર ટુ હોમ તથા ઉદ્યમ સેવાઓને મોટા પાયે શરૂ કરવામાં મદદ મળશે.

આ ડીલ અંગે સરકાર તથા રેગ્યુલેટરી ઓર્થોરિટીઝ પાસેથી મંજૂરી લેવાની છે. જિયોનું કહેવું છે કે આરકોમની અસ્કયામતોના અધિગ્રહણની પ્રક્રિયા ઉદ્યોગ જગતના વિશેષજ્ઞોના એક સ્વતંત્ર સમૂહની નિગરાણીમાં થઈ અને બંને તબક્કાની ટેન્ડર પ્રક્રિયામાં જિયો સફળ બીડર તરીકે ઊભરી આવી છે. 

આ ડીલથી આરકોમ 40,000 કરોડ રૂપિયા મેળવશે

ઉલ્લેખનીય છે કે દેવા નીચે દબાયેલી આરકોમે લેણદારો સાથે એક નવી ડીલને અંતિમ સ્વરૂપ અપાઈ રહેલું હોવાની જાહેરાત મંગળવારે કરી હતી. તેણે કહ્યું હતું કે નવી વ્યવસ્થા હેઠળ અસ્કયામતોના વેચાણથી તે લગભગ 40000 રૂપિયા મેળવશે. 

અનિલ અંબાણીએ કહ્યું હતું કે આ પુનરોધ્ધાર યોજનાને તે ચીની બેન્કનું પણ સમર્થન છે જેણે કંપનીને 1.8 અબજ ડોલરની લોન ચૂકવવામાં અસફળતા માટે એનસીએલટીમાં ઢસડી હતી. 

આરકોમ-જિયો ડીલનું સ્વાગત

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો દ્વારા સંકટમાં ફસાયેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના સ્પેક્ટ્રમ, ટાવર તથા અન્ય વાયરલેસ સંપત્તિઓના અધિગ્રહણનું ઉદ્યોગ જગતે  સ્વાગત કર્યુ છે. દૂર સંચાર કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના મહાનિદેશક રાજન મેથ્યુઝે પીટીઆઈ ભાષા સાથે વાત કરતા આ ડીલને ઉદ્યોગ જગત માટે સારી ગણાવી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news