SBIના ખાતેદારોને મોટી ભેટ, 25 કરોડ ગ્રાહકોને મળશે તેનો ફાયદો

દેશના સૌથી મોટી બેંક ઓફ ઇન્ડીયા (SBI)એ કરોડો ગ્રાહકોને રાહત આપી છે. બેંકે એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન ન કરવા પર પેનલ્ટીમાં ભારે કાપ મૂક્યો છે. બેંકના ચાર્જમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો. આ ઘટાડો સેવિંગ એકાઉન્ટ પર લાગૂ થશે. નવા દર 1 એપ્રિલ 2018થી લાગૂ થશે. હવે કોઇપણ ગ્રાહકને 15 રૂપિયાથી વધુ પેનલ્ટી નહી ભરવી પડે. અત્યાર સુધી આ વધુમાં વધુ 50 રૂપિયા હતી. 

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 13, 2018, 03:22 PM IST
SBIના ખાતેદારોને મોટી ભેટ, 25 કરોડ ગ્રાહકોને મળશે તેનો ફાયદો

નવી દિલ્હી: દેશના સૌથી મોટી બેંક ઓફ ઇન્ડીયા (SBI)એ કરોડો ગ્રાહકોને રાહત આપી છે. બેંકે એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન ન કરવા પર પેનલ્ટીમાં ભારે કાપ મૂક્યો છે. બેંકના ચાર્જમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો. આ ઘટાડો સેવિંગ એકાઉન્ટ પર લાગૂ થશે. નવા દર 1 એપ્રિલ 2018થી લાગૂ થશે. હવે કોઇપણ ગ્રાહકને 15 રૂપિયાથી વધુ પેનલ્ટી નહી ભરવી પડે. અત્યાર સુધી આ વધુમાં વધુ 50 રૂપિયા હતી. 

કયા શહેરોમાં કેટલો ખર્ચ ઘટાડ્યો
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ નહી રાખવા પર ચાર્જ 50 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. નાના શહેરોમાં ચાર્જને 40 રૂપિયાથી ઘટાડીને 12 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારે ગ્રામીણ વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ નહી રાખવા પર હવે 40 રૂપિયાના બદલામાં 10 રૂપિયા જ ચાર્જ લાગશે. આ ચાર્જમાં જીએસટી અલગથી લાગશે. 

કેમ ભર્યું આ પગલું
બેંકના રિટેલ અને ડિજિટલ બેકિંગના એમડી પીકે ગુપ્તાએ કહ્યું કે અમારા ગ્રાહકોની ભાવના અને તેમના ફિડબેકને લીધા બાદ અમે આ પગલું ભર્યું છે. તેમના અનુસાર બેંક પોતાના ગ્રાહકોના હિતોનું ધ્યાન પહેલાં રાખે છે. 

25 કરોડ લોકોને થશે ફાયદો
બેંકના આ નિર્ણયથી 25 કરોડ ખાતેદારોને ફાયદો પહોંચશે. અત્યારે એસબીઆઇમાં લગભગ 41 કરોડ સેવિંગ એકાઉન્ટ છે. તેમાં 16 કરોડ એકાઉન્ટ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યા. બેંકે ગ્રાહકોને મફતમાં રેગુલર સેવિંગ એકાઉન્ટને બેસિક સેવિંગ એકાઉન્ટમાં બદલવાની સુવિધા આપવામાં આવી છે. 

લોન કરી હતી મોંઘી
SBI એ તાજેતરમાં જ ડિપોઝિટ રેટ અને લેંડિંગ રેટમાં વધારો કર્યો હતો. તાજેતરમાં જ એસબીઆઇએ લોનના દરમાં 0.25 ટકા વધારો કર્યો છે. એસબીઆઇએ MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેંડિંગ રેટ)ની દરમાં વધારો કર્યો હતો. આ દરને આધાર બનાવી બેંક લોન આપે છે. તેના લીધે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન મોંઘી થઇ ગઇ. 

કેટલા વ્યાજ દર વધ્યા
એસબીઆઇએ 3 વર્ષની એમસીએલઆર દરોને 8.10 ટકાથી વધારીને 8.35 ટકા કર્યો હતો. આ પ્રકારે બે વર્ષની MCLR વ્યાજ દરોને ઘટાડીને 8.25 ટકા કર્યો હતો. એક વર્ષની એમસીએલઆર વ્યાજ દર 7.95 ટકાથી વધીને 8.15 ટકા થઇ ગયો છે. એપ્રિલ 2016 બાદ પહેલીવાર SBI એ વ્યાજદરોમાં વધારો કર્યો હતો.