બજારમાં તેજીઃ સેન્સેક્સ 34,500ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

શેરબજારમાં બે દિવસ મંદીનાં માહોલ બાદ લીલી લાઇટ દેખાતા રોકાણકારોમાં રાહત

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 8, 2018, 06:17 PM IST
બજારમાં તેજીઃ સેન્સેક્સ 34,500ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

મુંબઇ : એશિયન બજારોમાંથી મળનારા મજબૂત સંકેતોનાં કારણે ભારતીય શેર બજારમાં ગુરૂવારે તેજી જોવા મળી હતી. સવારે લીલા નિશાન સાથે ખુલેલા બજારમાં બપોરનાં સમયે પણ તેજી જળવાઇ રહી હતી. બપોરે આશરે દોઢ વાગ્યે સેન્સેક્સ 479 અંકનાં વધારા સાથે 34,562 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 140 પોઇન્ટ ચડીને 10,617નાં સ્તર પર ટ્રેડ થઇ રહ્યો હતો. સવારનાં સમયે લાર્જકેપ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદી દેખાઇ હતી. તે અગાઉ સવારે આશરે 10.35 વાગ્યે સેન્સેક્સ 306 પોઇન્ટ વધીને 34,388 અંક પર અને નિફ્ટી 97 પોઇન્ટનાં વધારા સાથે 10,574 અંક પર વેપાર કરી રહ્યું હતું. આ પહેલા સનસેક્સ 125 અંકથી વધીને 34,208 અંક પર ખુલ્યું હતું. ત્યારે નિફ્ટી 12 અંકની મજબૂતી સાથે 10,518 અંક પર ખુલ્યું.

હેવીવેટ શેરોમાં નોંધાઇ તેજી
હેવીવેટ શેરો ઇન્ફોસિસ, એચડીએફસી, ટીસીએસ, મારૂતિ, એસબીઆઇ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, આઇટીસી અને એચયૂએલમાં મજબૂતીથી બજારમાં તેજી વધી છે. ત્યારે મેટલને દરેક સેક્ટોરલ ઇન્ડેક્સમાં વધારા સાથે બજારને સપોર્ટ મળ્યો છે.

નાના શેરોમાં ખરીદી, સ્મૉલકૈપ શેરોમાં ઉછાળો
લાર્જકૈપ શેરોની સાથે નાના અને મઝોલ શેરોમાં સારી ખરીદી દેખાઇ રહી છે. બીએસઇનો મિટકૈપ ઇન્ડેક્સમાં 0.48 ટકા  વધારો નોંધાયો છે. મિટકૈપ શેરોમાં ટોરેન્ટ પાવર, એલટીઆઇ, ઓબેરોય રિયલ્ટી, ઇન્ડિયન હોટલ, અદાણી પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, અમારા રાજા બેટ્રીઝ, મુથુટ ફાઇનાન્સીસ, જીએમઆર ઇન્ફ્રામાં 1.52-4.47 ટકા સુધી વધારો થયો. ત્યારે, બીએસઇના સ્મૉલકૈપ ઇન્ડેક્સ 0.84 ટકા મજબૂત થયો છે. સ્મૉલકૈપ શેરોમાં એચઇજી, એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, સ્પેશિલિટી રેસ્ટોરાં, એનઆઇએલએ, વાટરબેસ, ઉજ્જસ એનર્જી, ફિલિપ્સ કાર્બન, ટીવીએસ ઇલેક્ટ, સ્પાઇસ જેટ 11.27-4.99 ટકા ઉછળ્યો.

ડોલરના મુકાબલે રૂપિયો પછડાયો
ગુરૂવારે રૂપિયાની નજીવી શરૂઆત થઇ. ડોલરના મુકાબલે રૂપિયો 9 પૈસા ઘટીને 64.37ના સ્તરે ખુલ્યો. બુધવારે પણ રૂપિયો મર્યાદિત વેપાર કરતો જોવા મળ્યો હતો. આરબીઆઇના રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરતા રૂપિયો મર્યાદામાં રહ્યો હતો. વેપારના અંતમાં ડોલરના મુકાબલે રૂપિયો 5 પૈસાના ઘટાડા સાથે 64.28ના સ્તરે બંધ થયો હતો.