બજારમાં હરિયાળી, સેંસેક્સમાં 250 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10500ને પાર

એશિયાઇ બજારમાંથી મળી રહેલા મજબૂત સંકેતોથી ઘરેલૂ બજારોએ અઠવાડિયાના સારી શરૂઆત કરી છે. શરૂઆતના બિઝનેસમાં હરિયાળી જોવા મળી રહી છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 12, 2018, 01:07 PM IST
બજારમાં હરિયાળી, સેંસેક્સમાં 250 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10500ને પાર

નવી દિલ્હી: એશિયાઇ બજારમાંથી મળી રહેલા મજબૂત સંકેતોથી સ્થાનિક બજારોએ અઠવાડિયાની સારી શરૂઆત કરી છે. શરૂઆતી કારોબારમાં બજારમાં હરિયાળી જોવા મળી છે. સેંસેક્સમાં 250 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ નિફ્ટી પણ 10525 સ્તર પર પહોંચી ગયો. સેંસેક્સ અને નિફ્ટી 0.75 ટકાની મજબૂતી સાથે ટ્રેંડ કરી રહ્યો છે. આ પહેલાં સેંસેક્સ 198 પોઇન્ટ વધીને 34,203 પોઇન્ટ પર ખૂલ્યો. તો બીજી તરફ નિફ્ટી 63 અંકના વધારા સાથે 10,518 પોઇન્ટ પર ખૂલ્યો. 

પીએસયૂ બેંકોમાં દબાણ
શરૂઆતી ટ્રેંડમાં પીએસયૂ બેંક ઇંડેક્સમાં નબળાઇ જોવા મળી રહી છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઇના મિડકેપ ઇંડેક્સ 1 ટકા ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇંડેક્સમાં 1.3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇના સ્મોલકેપ ઇંડેક્સ 1.25 ટકા સુધી વધી રહ્યો છે. 

બધા સેક્ટોરલ ઇંડેક્સ વધ્યા
ઇંડેક્સમાં નિફ્ટી પીએસયૂ બેંક ઇંડેક્સમાં નબળાઇ જોવા મળી છે. પરંતુ બેંક નિફ્ટી ઇંડેક્સ 0.60 ટકા ચઢ્યો છે. નિફ્ટી ઓટોમાં 1.01 ટકાની મજબૂતી જોવા મળી છે. એફએમસીજીમાં 0.89 ટકાની તેજી છે. નિફ્ટી મેટલમાં 1.10 ટકા અને ફાર્મામાં 1.11 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. 

રૂપિયાની મજબૂત શરૂઆત
અઠવાડિયાના પહેલા દિવસે રૂપિયાની મજબૂત શરૂઆત થઇ છે. ડોલરના મુકાબલે રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે 64.29ના સ્તર પર ખૂલ્યો. જોકે શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાઇ જોવા મળી હતી.