સેમસંગના સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ, વિચારતા હો તો ખરીદી જ લો

Samsung Galaxy On Maxની કિંમત ભારતમાં ઓછી કરી દેવામાં આવી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 10, 2018, 05:26 PM IST
 સેમસંગના સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ, વિચારતા હો તો ખરીદી જ લો

દિલ્હી : Samsung Galaxy On Maxની કિંમત ભારતમાં ઓછી કરી દેવામાં આવી છે. આ સ્માર્ટફોનને ગયા વર્ષે જુલાઈમાં 16,900 રૂ.માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે એમાં 2,000 રૂ.નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે જેના પગલે હવે 14,900 રૂ.માં એનું વેચાણ કરવામાં આવશે. ગ્રાહકને કિંમતમાં થયેલા આ ઘટાડાનો ફાયદો ફ્લિપકાર્ટ અને સેમસંગની સત્તાવાર વેબસાઇટથી ઉઠાવી શકો છો.

આ ઓફર મર્યાદિત સમય માટે જ ગ્રાહકોને આપવામાં આવી છે. આ સિવાય જો ગ્રાહક Samsung Galaxy On Maxને ફ્લિપકાર્ટ તરફથી ખરીદશે તો એને જુના હેન્ડસેટને એક્સચેન્જ કરતા બદલ 13,000 રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે HDFC બેંક ડેબિટ કાર્ટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા બદલ 10 ટકા જેટલું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપવામાં આવશે. આ સાથે સ્માર્ટફોન સાથે જિયો ફુટબોલ ઓફર અંતર્ગત 2,200 રૂ. કેશબેક પણ ગ્રાહકોને પણ આપવામાં આવશે.

શું છે ખાસિયત?

  • એન્ડ્રોઇડ 7.0 નુગટ
  • 5.7 ઇંચનો ફુલ HD ડિસ્પ્લે
  • 4GB રેમ સાથે ઓક્ટા કોર MediaTek MTK P25 પ્રોસેસર
  • રિયરમાં f/1.7 અપર્ચરવાળો 13 મેગાપિક્સલનો કેમેરો
  • ફ્રન્ટમાં f/1.9 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો કેમેરો
  • બંને કેમેરામાં LED ફ્લેશ
  • ઇન્ટરનલ સ્ટોરેજ 32GB જેને વધારી શકાય 256GB સુધી
  • 4G VoLTE, Wi-Fi, Bluetooth, 3.5mm audio jack અને Micro-USB પોર્ટની હાજરી
  • હોમ બટનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close