શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 283 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 100 પોઈન્ટ તૂટ્યો

શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 283 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 100 પોઈન્ટ તૂટ્યો

કારોબારી સત્રના ચોથા દિવસે ગુરૂવારે શેર બજારની નરમાઇ સાથે શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -283.76 પોઈન્ટના ઘટાડા સાથે 35,600.65 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY -100.30 પોઈન્ટના ઘટાડા સાથે 10,682.600 પર ખુલ્યો હતો.

કારોબારી સત્રના ત્રીજા દિવસે બુધવારે શેર બજારની નરમાઇ સાથે શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -224.91 પોઈન્ટના ઘટાડા સાથે 35,909.40 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY  -75.10 પોઈન્ટના ઘટાડા સાથે 10,794.40 પર ખુલ્યો. 

તમારી લોનનો EMI નહીં વધે, RBIએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ રાખ્યા યથાવત
 
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા દ્વિમાસિક આર્થિક નિતિની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટ્યો હતો, તો નિફ્ટી 113 પોઈન્ટના ઘટાડા સાથે 10,800થી નીચે રહ્યો હતો. સન ફાર્મા 6 ટકાની નબળાઇ સાથે ટોપ લૂઝર રહ્યો હતો. તો ટાટા મોટર્સ લગભગ 3 ટકાની નબળાઇ સાથે બંધ થયો હતો. જોકે પછી શેર બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી અને સેંસેક્સ 249.90 પોઈન્ટના ઘટાડા સાથે 35884 અને નિફ્ટી 86.60 ઘટીને 10782 પર બંધ થયો હતો. 

આરબીઆઇએ યથાવત રાખ્યો રેપો રેટ
આરબીઆઇએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટને સ્થિર રાખ્યો છે. હાલ રેપો રેટ 6.5 ટકા છે. તો રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે. જોકે બેંકે આ નાણાકીય વર્ષ માટે વિકાસ દર 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news