AUTO EXPO: આ છે TVSનું સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર, માઇલેજ પણ છે દમદાર

ઓટો એક્સપો 2018ની બુધવારે શાનદાર શરૂઆત થઇ. આ ઓટો શોમાં પહેલાં દિવસે ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાના વાહનો પરથી પડદો ઉઠાવ્યો. તેમાં દેશની સૌથી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી માંડીને હ્યુંડાઇ સહિત કુલ 100 કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઓટો શોમાં મોટરસાઇકલ નિર્માતા કંપની પણ પાછળ નથી. હીરો મોટો, હોંડા, સુઝુકી, યામાહા અને TVS સહીત ઘણી કંપનીઓએ પોતાના નવા સ્કૂટર તથા મોટરસાઇકલો લોંચ કરી. TVS મોટર્સે પોતાના બિલકુલ નવા કોન્સેપ્ટ સ્કૂટરને શોકેસ કર્યું.

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 8, 2018, 12:34 PM IST
AUTO EXPO: આ છે TVSનું સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર, માઇલેજ પણ છે દમદાર

નવી દિલ્હી: ઓટો એક્સપો 2018ની બુધવારે શાનદાર શરૂઆત થઇ. આ ઓટો શોમાં પહેલાં દિવસે ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાના વાહનો પરથી પડદો ઉઠાવ્યો. તેમાં દેશની સૌથી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી માંડીને હ્યુંડાઇ સહિત કુલ 100 કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઓટો શોમાં મોટરસાઇકલ નિર્માતા કંપની પણ પાછળ નથી. હીરો મોટો, હોંડા, સુઝુકી, યામાહા અને TVS સહીત ઘણી કંપનીઓએ પોતાના નવા સ્કૂટર તથા મોટરસાઇકલો લોંચ કરી. TVS મોટર્સે પોતાના બિલકુલ નવા કોન્સેપ્ટ સ્કૂટરને શોકેસ કર્યું.

AUTO EXPO 2018: પહેલા દિવસે લોંચ થઇ આ શાનદાર અને દમદાર કાર્સ

દમદાર છે સ્કૂટર
કંપનીના અનુસાર તેનું આ નવું સ્કૂટર એક પરફોર્મન્સ-ઓરોએંટેડ ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ સ્કૂટર છે. જેને TVS ક્રેઓન નામથી લોંચ કરવામાં આવ્યું છે. કંપનીએ તેને ખૂબ જ દમદાર બનાવ્યું છે. 

5 સેકેંડમાં 60 કિમીની ગતિ
કંપનીનો દાવો છે કે TVS ક્રેઓન ફક્ત 5.1 સેકેંડમાં જ 0-60 કિમી/કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તો બીજી તરફ આ સ્કૂટર એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 80 કિલોમીટર સુધીનું અંતર કાપે છે.

ફક્ત 5 સેકન્ડમાં ફોલ્ડ થઇ જશે આ સ્કૂટર, પ્રતિ લીટર દોડશે 125 KM

એક કલાકમાં થશે ચાર્જ 
કંપનીના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર એક કલાકમાં જ ફૂલ ચાર્જ થઇ જશે. તેની ખાસિયત એ છે કે આ સ્કૂટર પર્યાવરણ માટે જરાપણ નુકસાનકારક નથી.

ખાસ ડિવાઇસ ફીટ કરીને મારુતિએ લોન્ચ કરી નવી કાર, આ છે ખાસિયત 

પિયાજિઓએ પણ લોંચ કર્યું સ્કૂટર 
આ ઉપરાંત પિયાજિઓએ પોતાના નવા વેસ્પા ઇલેક્ટ્રિકા સ્કૂટરને શોકેસ કર્યું. આ ભારતમાં વેસ્પા સીરીઝનું નવું સ્કૂટર હોવાની સાથે જ કંપનીનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ ઉપરાંત કંપનીએ પોતાના 3 નવા સ્કૂટર પણ લોંચ કર્યા. કંપનીએ પોતાની અપ્રિલા એસઆર 125, અપ્રિલા સ્ટોર્મ અને વેસ્પા 125 પરથી પડદો ઉઠાવ્યો. 

બીજા દિવસે પણ પથરાશે જલવો 
પહેલા દિવસે મારૂતિ સુઝુકી, ટાતા મોટર્સ, કિઆ મોટર્સ, ટોયોટો સહિત ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાની ગાડીઓ લોંચ કરી. બીજા દિવસે પણ શોકેસનો સિલસિલો યથાવત રહેશે. પહેલાં દિવસે કિઆ મોટર્સે એસપી કોન્સેપ્ટ લોંચ કરી. આ કારની સાથે જ કિઆએ ભારતમાં એંટ્રી કરી લીધી છે. તો બીજી તરફ બીએમડબ્લ્યૂએ પણ પોતાની ઇલેક્ટ્રિક કાર આઇ3એસ અને હાઇબ્રિડ કાર આઇ8 રોડસ્ટર લોંચ કરી. તો બીજી તરફ ટુવ્હિલર કંપનીએ પણ એક્સપોમાં પોતાના જલવા પાથર્યા. હીરો મોટોકોર્પે પોતાની બીજી સૌથી દમદાર બાઇક એક્સ પ્લસ લોંચ કરી, સાથે જ કંપનીએ 125સએસી સેગમેંટના બે સ્કૂટર પણ માઇસ્ટ્રો એજ 125 અને ડુએટ 125 પણ લોંચ કર્યા. બીજી તરફ બીએમડબ્લૂએ પણ પોતાની 4 બાઇક ભારતીય બજારમાં લોંચ કરી છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close