GST કાઉન્સિલ બેઠકઃ ટેક્સ ફ્રી થયા સેનેટરી નેપકિન, વાંસ 12%ના સ્લેબમાં

GST કાઉન્સિલ બેઠકઃ ટેક્સ ફ્રી થયા સેનેટરી નેપકિન, વાંસ 12%ના સ્લેબમાં

નવી દિલ્હીઃ નાણાપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જારી છે. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનેટરી નેપકિનને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી બહાર કરી દીધું છે. 

બેઠકમાં સામેલ થયેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સેનેટરી નેપકિન હવે જીએસટીમાંથી મુક્ત છે. બીજીતરફ ખાંડ પર સેસને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સેનેટરી નેપકિન પર જીએસટી કાઉન્સિલના નિર્ણયથી મહિલાઓને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, સેનેટરી નેપકિન અત્યાર સુધી 12 ટકા જીએસટી સ્લેબમાં સામેલ હતા. પરંતુ આ નિર્ણયની લાંબા સમયથી ટીકા કરવામાં આવતી હતી ઘણા મહિલા સંગઠનોએ આને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

વાંસ 12 ટકા ટેક્સ સ્લેબમાં
મહારાષ્ટ્રના નાણા પ્રધા સુધીર મુનગંટીવાએ જણાવ્યું કે, વાંસને 12 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય તેમણે દાવો કર્યો કે, ખાંડ પર સેસને લઈને આગામી બેઠકમાં નિર્ણય આવી શકે છે. મહત્વનું છે કે, જીએસટી કાઉન્સિલની આગામી બેઠક કેરલમાં યોજાશે. 

નાણાપ્રધાનનો કાર્યભાર સંભાળ્યા બાદ પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની આ પ્રથમ બેઠક હતી. બેઠકમાં દિલ્હીમાં એક રાષ્ટ્રીય અપીલ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news