Bitcoin પર વોરેન બફેટનો મોટો 'ખુલાસો', રોકાણ કર્યું હોય તો ખાસમખાસ વાંચો

બિટકોઈનને લઈને રોકાણગુરુ ગણાતા વોરેન બફેટે મોટો ખુલાસો કર્યો છે. તેમણે તમામ રોકાણકારોને ચેતવણી જારી કરી છે.

Viral Raval Viral Raval | Updated: Jan 12, 2018, 03:23 PM IST
Bitcoin પર વોરેન બફેટનો મોટો 'ખુલાસો', રોકાણ કર્યું હોય તો ખાસમખાસ વાંચો
ફાઈલ તસવીર

નવી દિલ્હી: બિટકોઈનને લઈને રોકાણગુરુ ગણાતા વોરેન બફેટે મોટો ખુલાસો કર્યો છે. તેમણે તમામ રોકાણકારોને ચેતવણી જારી કરી છે. અમેરિકી બિઝનેસમેનનું કહેવું છે કે બિટકોઈનની માયાજાળનો ફુગ્ગો જરૂર ફૂટશે, આથી રોકાણકારોએ સચેત રહેવાની જરૂર છે. વોરેન બફેટના જણાવ્યાં મુજબ ડિજિટલ કરન્સી લાંબા સમયગાળા સુધી ટકશે નહીં. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે ક્યારેય કોઈ ડિજિટલ કરન્સીમાં રોકાણ કરશે નહીં. અત્રે જણાવવાનું કે ભારત સરકાર પણ સતત આ મુદ્દે ચેતવણી જારી કરી રહી છે અને ખરીદનારાઓને તેના નુકસાન અંગે ધ્યાન દોર્યા કરે છે. 

ઊભા થયા સવાલો
વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈન અને આ પ્રકારની અન્ય કરન્સીઓને લઈને ફરીથી સવાલો ઉઠવા લાગ્યા છે. વોરેન બફેટ અગાઉ દક્ષિણ કોરિયાએ પણ બિટકોઈન જેવી તમામ કરન્સીઓ પર રોક લગાવવા અંગે નિવેદન આપ્યું હતું. દક્ષિણ કોરિયાની સરકાર તરફથી કહેવાયું હતું કે તેમનો દેશ આ પ્રકારની કરન્સી પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહ્યો છે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિટકોઈનની કિંમતોમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો. 

ટેક્સમાંથી બચવાનો રસ્તો
દક્ષિણ કોરિયા સરકારનું માનવું છે કે ટેક્સ આપવામાંથી બચવા માટે બિટકોઈન જેવી અન્ય આભાષીય મુદ્રાઓમાં લોકો રૂપિયા લગાવી રહ્યાં છે. જેને જોઈને તેમની સરકાર તમામ પ્રકારની આ રીતની કરન્સીઓ પર પ્રતિબંધ લગાવવાની યોજના ઘડી રહી છે. ગુરુવારના રોજ દક્ષિણ કોરિયામાં બિટકોઈનનો કારોબાર કરનારા અનેક એક્સચેન્જો પર દરોડા પડ્યાં. વૈશ્વિક બજારમાં બિટકોઈનનો ભાવ લગભગ 12 ટકા ઘટીને 12751 ડોલર સુધી આવી ગયો છે. ભારતીય કરન્સીમાં તેની વાત કરીએ તો ગુરુવારે બિટકોઈનની કિંમતોમાં 1.13 લાખ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close