ભારતમાં બનશે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે, કરોડોનો થશે ખર્ચ

World's longest marine rope-way:સરકાર દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ આ રોપ વે ના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

ભારતમાં બનશે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે, કરોડોનો થશે ખર્ચ

નવી દિલ્હી: થોડા સમય પહેલા તમે જોયું હશે કે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી પુલની શરૂઆત ચીનમાં થઇ હતી. પરંતુ હવે એક આલગ પ્રકારનું નિર્મણ કરવાનો સમય ભારતનો છે. તમને જાણાવી દઇએ તે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે મુબઇથી એલિફંટા વચ્ચે બનવા જઇ રહ્યો છે. જેની લંબાઇ 8  કિલોમીટર રાખવામાં આવી છે. અંદાજો લગાવામાં આવી રહ્યો છે, કે આની પાછળ આશરે 800લ કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવી શક્યાતાઓ છે. જેથી મુંબઇથી એલિફંટા જવા માટે એક કલાકને બદલે માત્ર 14 મીનીટમાં પહોચીં શકાશે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. 

સરાકાર પાસેથી મળી મંજૂરી 
સરકાર પાસેથી મંજૂરી મળ્યાબાદ આ રોપ-વેના નિર્માણ અંગે ટેન્ડર જાહેર કરવામાં આવશે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટને લઇને આશરે એક વર્ષથી અમારી તૈયારી ચાલી રહી હતી. આ સમયગાળા દરમિયાન અમે દરેક પ્રકારના પાસાઓનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ આ પ્રોજેક્ટને અમે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. હાલ તો સરકારે આ પ્રોજેક્ટને લઇને અનુમતી તો આપી દીધી છે. અને કહ્યું કે, તમે આમા આગાળ જઇ શકો છો. 

રોપ-વેના નીચેથી જઇ શકશે જહાજ 
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ રોપ વેનું નિર્માણ પીપીપી(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત કરવામાં આવશે. કંપનીએ આ પ્રોજેક્ટ અંતર્ગત બેથી ચાક બિલ્ડરોએ તેમાં રસ દાખવ્યો હતો. પરંતુ આ અંગેનું રેગ્યુલર ટેન્ડર આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે. આ સિવાય પર્યાવરણ અંગેની મંજૂરી અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. આ રોપ-વેમાં 10-11 ટાવર  રહેશે. જેની ઉંચાઇ એટલી ઉચીં રાખવામાં આવશે કે તેની નીચેથી જહાર નિકળી શકે.

 

— Zee Business (@ZeeBusiness) November 1, 2018

 

મુંબઇ પોર્ટ ટ્રસ્ટને વિશ્વાસ છે, કે આના નિર્માણ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. સામાન્ય રીતે એલિફંટા જનારા લોકોની સંખ્યા આશકે 4-5 હજાર પ્રતિ દિવસ હોય છે. અને આના બનવાથી માત્ર રોપ-વેના નામ પર જ 15,000પ્રવાસીઓ વધી જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news