સ્માર્ટફોનથી પણ સસ્તું છે Xiaomiનું આ સ્માર્ટ ટીવી, શરૂ થયું સેલ

થોડા દિવસ પહેલાં ચીનની મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ સસ્તી કિંમત પર સ્માર્ટ TV લોન્ચ કરીને માર્કેટમાં હલચલ  મચાવી દીધી હતી. 

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 13, 2018, 04:09 PM IST
સ્માર્ટફોનથી પણ સસ્તું છે Xiaomiનું આ સ્માર્ટ ટીવી, શરૂ થયું સેલ

નવી દિલ્હી : થોડા દિવસ પહેલાં ચીનની મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ સસ્તી કિંમત પર સ્માર્ટ TV લોન્ચ કરીને માર્કેટમાં હલચલ  મચાવી દીધી હતી. હવે કંપનીએ લોન્ચ કરેલા આ બંને ટીવીના મોડલનું સેલ 13 માર્ચ એટલે કે મંગળવારથી શરૂ થઈ ગઈ  છે. શાઓમીએ એમઆઇ ટીવી 4A સ્માર્ટ ટીવીને 32 ઇંચ અને 43 ઇંચના બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. 32  ઇંચવાળા ટીવીની કિંમત 13,999 રૂ. અને 43 ઇંચવાળા ટીવીની કિંમત 22,999 રૂ. રાખવામાં આવી છે. આ પહેલા કંપની 55 ઇંચના એમઆઇ ટીવી 4ને લોન્ચ કરી ચૂકી છે. 

32 ઇંચ અને 43 ઇંચવાળા એમઆઇ ટીવી 4Aમાં AI બેઝ્ડ પેચવોલ UI આપવામાં આ્વી છે. Mi.com પર જો તમે આ બંને ટીવીની કિંમત જોશો તો 43 ઇંચવાળા ટીવીની કિંમત 24,999 રૂ. અને 32 ઇંચવાળા ટીવીની કિંમત 14,999 રૂ. જોવા મળશે. આ લોન્ચ ઓફર અંતર્ગત જિયોફાઇ 4જીા હોટસ્પોટ ડિવાઇસ સાથે 2,200 રૂ. કેશબેક પણ મળશે. 

આ બંને ટીવીમાં પાંચ લાખ કલાકનું કન્ટેન્ટ દેવામાં આ્વ્યું છે જેમાંથી 80 ટકા કન્ટેન્ટ ફ્રી છે. હોટ સ્ટાર, વુટ, વુટ કિડ્સ, સોની લિવ, હંગામા પ્લે, જી5, સન નેક્સ્ટ, એએલટી બાલાજી, વ્યુ, ટીવીએફ અને ફ્લિક્સ ટી કંપનીના કન્ટેન્ટ પાર્ટનર છે. આ બંને સ્માર્ટ ટીવી અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શુક્રવારે ફ્લિપકાર્ટ તેમજ મી હોમ સ્ટોરથી ખરીદી શકાય છે.