બાહુબલીને ટક્કર આપવા આવી રહ્યો છે ભોજપુરીનો મહાબલી, First Look આવ્યો સામે

વીર યોદ્ધા મહાબલી 5 અલરગ-અલગ ભાષાઓમાં રિલીઝ થશે. ભોજપુરી સિવાય તે હિન્દી, તમિલ બંગાળી અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. વીર યોદ્ધા મહાબલીને ડાયરેક્ટ ઇકબાલ બખ્શ કરી રહ્યાં છે અને તેના પ્રોડ્યુસર એમ. રમેસ વ્યાસ છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 04:31 PM IST
 બાહુબલીને ટક્કર આપવા આવી રહ્યો છે ભોજપુરીનો મહાબલી,  First Look આવ્યો સામે
(ફોટો સાભાર @taran_adarsh/Twitter)

નવી દિલ્હીઃ ગત વર્ષે રિલીઝ થયેલી બાહુબલી 2એ ભારતીય સિનેમામાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેવામાં હવે બાહુબલીને ટક્કર આપવા માટે ભોજપુરી સિનેમાનો મહાબલી 'વીર યોદ્ધા મહાબલી'નો પ્રથમ લૂક પણ સામે આવી ગયો છે. આ ફિલ્મમાં ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ નિરહજા મહાબલી નજર આવશે. ભોજપુરી કલાકારોથી સજેલી આ ફિલ્મ માત્ર ભોજપુરી જ નહીં પણ અન્ય પાંચ ભાષામાં રિલીઝ થવાની છે. ભોજપુરી સિવાય હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. વીર યોદ્ધા મહાબલીને ડાયરેક્ટ ઇકબાલ બખ્શ કરી રહ્યાં છે અને તેના પ્રોડ્યુસર એમ. રમેસ વ્યાસ છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આ ફિલ્મના બે પોસ્ટર શેર કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું,, વીર યોદ્ધા મહાબલીનો ફર્સ્ટ લૂક. દિનેશ લાલ યાદવ (નિરહઆ). પાંચ ભાષાઓમાં બનાવવામાં આવી રહી છે. હિન્દી, ભોજપુરી, બંગાળી, તમિલ, તેલુગુ.. ડાયરેક્ટર છે ઇકબાલ બખ્શ.. પ્રોડ્યુસર છે એમ. રમેસ વ્યાસ

ભોજપુરી સિનેમામાં નિરહઆ અને અત્રિનેત્રી આમ્રપાલીની જોડી ખૂબ હિટ છે. આ ફિલ્મમાં નિરહઆ સાથે આમ્રપાલી ખૂબ અલગ અંદાજમાં જોવા મળશે. આ બંન્ને સુપરસ્ટાર સિવાય આ ફિલ્મમાં સુશીલ સિંહ, એજાઝ ખાન જેવા એક્ટરો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, 2017માં ભોજપુરી ફિલ્મ નિરહઆ સટલ રહે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં એક્ટર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહઆ અને અભિનેત્રી આમ્રપાલી દુબે હતી. ફિલ્મએ સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં દિનેશ અને આમ્રપાલી કિસ કરતા નજરે આવ્યા હતા. તેને લઈને બંન્ને ખુબ ચર્ચામાં રહ્યાં હતા. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close