Video: 27 વર્ષ પછી બિગ બી અને રિશી કપૂર સાથે, '102 નોટ આઉટ'નું ટીઝર રિલીઝ

ફિલ્મ 4 મેના દિવસે રિલીઝ થવાની છે.

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 01:37 PM IST
 Video: 27 વર્ષ પછી બિગ બી અને રિશી કપૂર સાથે, '102 નોટ આઉટ'નું ટીઝર રિલીઝ

નવી મુંબઈ : બોલિવૂડમાં એક સમયે અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની જોડી ગણાતી હતી. તેમણે  અમર અકબર એન્થોની, કભી કભી, નસીબ અને કૂલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે 27 વર્ષ પછી આ જોડી ફરીવાર પડદા પર આવી રહી છે અને આ ફિલ્મ છે '102 નોટ આઉટ'. હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જેને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ 4 મેના દિવસે રિલીઝ થવાની છે.

આ ફિલ્મમાં અમિતાભ 102 વર્ષના પિતા અને ઋષિ કપૂરન 75 વર્ષના વૃદ્ધ પૂત્રના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ લેખક-દિગ્દર્શક સૌમ્ય જોશીના 102 નોટઆઉટ નામના ગુજરાતી નાટક પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં એવા બાપ અને દીકરાના વાર્તા છે જેમાં પિતા 102 વર્ષની વય પછી બહુ સકારાત્મક છે જ્યારે તેનો દીકરો 75 વર્ષે બહુ નકારાત્મક હોય છે. આ ફિલ્મનું ડિરેક્શન 'ઓહ માય ગોડ' જેવી ફિલ્મનું ડિરેક્શ કરનાર ઉમેશ શુક્લાએ કર્યું છે. અમિતાભ બચ્ચન તેના ટીઝરમાં કહે છે કે, 'मैं दुनिया का पहला ऐसा बाप होंगा, जो अपने बेटे को वृद्धाश्रम भेजेगा.' આ ડાયલોગ જ ફિલ્મની સ્ટોરીનો અંદાજ આપી દે છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close