અમિતાભની તબિયત લથડી, ડોક્ટર્સ ચાર્ટડ પ્લેનથી પહોંચ્યા જોધપુર

રાજસ્થાનમાં બિગ બી કરી રહ્યા છે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'નું શૂટિંગ 

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 13, 2018, 12:59 PM IST
અમિતાભની તબિયત લથડી, ડોક્ટર્સ ચાર્ટડ પ્લેનથી પહોંચ્યા જોધપુર

મુંબઈ : હાલમાં અમિતાભ બચ્ચન રાજસ્થાનના જોધપુર ખાતે પોતાની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મના સેટ પર અમિતાભને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી જેના પગલે ડોક્ટ્રર્સને મુંબઈથી ચાર્ટડ્ ફ્લાઇટમાં જોધપુર લઈ જવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં શૂટિંગ અટકાવી દેવામાં આ્વ્યું છે. હાલમાં અમિતાભ જોધપુરની હોટેલમાં રોકાયા છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. આ વાતનો ખુલાસો અમિતાભે પોતાના બ્લોગમાં કર્યો છે. 

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જોધપુરની સુંદરતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે મંગળવારે ડોક્ટર્સની ટીમ તેમની સારવાર માટે જોધપુર પહોંચી રહી છે. તેમણે બ્લોગમાં પોતાના ચાહકોને કહ્યું છે કે તેઓ આરામ કરશે અને પોતાની તબિયતની જાણકારી આપતા રહેશે. 

amitabh bachchan

અમિતા બચ્ચન જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે એમાં આમિર ખાન, ફાતિમા સના શેખ અને કેટરિના કૈફ પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી વખતે રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનની આ ફિલ્મનું ડિરેક્શન વિજય કૃષ્ણ આચાર્ય કરશે. આ ફિલ્મ 1839ની નોવેલ 'કન્ફેશન ઓફ અ ઠગ' પર આધારિત છે.