અમિતાભ બચ્ચન રૂટીન હેલ્થ ચેકઅપ માટે લિલાવતી હોસ્પિટલે પહોંચ્યા

બોલિવુડનાં દિગ્ગજ અભિનેતાને ખભા અને કરોડરજ્જુમાં લાંબા સમયથી દુખાવો થતો હોવાનાં કારણે હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે આવ્યા

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 9, 2018, 11:03 PM IST
અમિતાભ બચ્ચન રૂટીન હેલ્થ ચેકઅપ માટે લિલાવતી હોસ્પિટલે પહોંચ્યા

મુંબઇ : બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન શુક્રવારે મોડી સાંજે મુંબઇની લીલાવતી હોસ્પિલટમાં રૂટીન ચેકઅપ માટે આવ્યા હતા. અમિતાભ બચ્ચનને ખભા અને સ્પાઇન (કરોડરજ્જુ)માં દુખાવાની ફરિયાદ હોવા ઉપરાંત રૂટીન ચેકઅપ પણ ઘણા સમયથી બાકી હોવાનાં કારણે હોસ્પિટલ ખાતે આવ્યા હતા. અહેવાલો અનુસાર તેઓ આશરે 6.30 વાગ્યે હોસ્પિટલ ખાતે આવ્યા હતા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમનું રૂટીન ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.

જો કે હજી સુધી તેમની હેલ્થની કંડિશન અંગે હજી સુધી હોસ્પિટલ ઓથોરિટી દ્વારા કોઇ જ માહિતી આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ 102 નોટ આઉટનું ટ્રેલર રિલિઝ થયું હતું. આ ફિલ્મમાં 27 વર્ષ જેટલા લાંબા સમય બાદ રિષી કપુર અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ ફિલ્મ મુખ્યત્વે એક ગુજરાતી નાટક પર આધારિત છે. આ નાટક ગુજરાતમાં 102નોટ આઉટનાં નામે જ લાંબો સમય ચાલ્યો હતો. આ ફિલ્મમાં ઉંમર લાયક પિતા અને પુત્રનાં પ્રેમની વાત થઇ છે.