Big Bના 76મા જન્મદિવસે મળી શાનદાર ભેટ, રિલીઝ થયો 'સ્યોરા નરસિમ્હા રેડ્ડી'નો લૂક

આ લૂકમાં બિગ બી સફેદ વાળ અને સફેદ દાઢી સાથે જોવા મળી રહ્યા છે. માથા પર લાલ તિલક અને સંપૂર્ણ રીતે એક સાધુની સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન

Yunus Saiyed - | Updated: Oct 11, 2018, 06:25 PM IST
Big Bના 76મા જન્મદિવસે મળી શાનદાર ભેટ, રિલીઝ થયો 'સ્યોરા નરસિમ્હા રેડ્ડી'નો લૂક

મુંબઈઃ અમિતાભ બચ્ચનનો આજે 76મો જન્મદિવસ છે. બિગ બી ભલે પોતાનો જન્મ દિવસ ન ઉજવતા હોય, પરંતુ તેમનાં લાખો પ્રશંસકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમને પોત-પોતાની રીતે અભિનંદન પાઠવી રહ્યા છે. આવામાં તેલુગુમાં અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ 'સે રા નરસિમ્હા રેડ્ડી'ના નિર્માતાઓએ આ ફિલ્મમાં તેમનો પ્રથમ લુક બહાર પાડ્યો છે. 

બિગ બીની બર્થડે પર આ ફિલ્મનું પ્રથણ મોશન પોસ્ટર રિલીઝ કરાયું છે. પોસ્ટરમાં બિગ બી સફેદ દાઢી અને લાંબા વાળના લૂકમાં જોવા મળી રહ્યા છે. 

આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા છે, જે ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત હશે. નરસિમ્હા રેડ્ડીને અંગ્રેજો સામે પ્રથમ નાગરિગ યુદ્ધ શરૂ કરનારા માનવામાં આવે છે. બિગ બી આ ફિલ્મમાં ગોસોઈ વેન્કન્નાના પાત્રમાં જોવા મલશે, જે નરસિમ્હા રેડ્ડીના આધ્યાત્મિક ગુરૂ હતા. 

B'day : અમદાવાદમાં પણ છે બચ્ચનનો પ્લોટ, 1000 કરોડથી વધુની સંપત્તિ, લક્ઝરી ગાડીઓ અને મોંઘી ઘડિયાળના છે શોખીન 

આ ફિલ્મમાં નરસિમ્હારેડ્ડીના પાત્રમાં સાઉથનો મેગાસ્ટાર ચિરંજીવી પણ એક અલગ ભૂમિકામાં જોવા મળશે. 

આ લૂકમાં બિગ બી સફેદ વાળ અને સફેદ દાઢી સાથે જોવા મળી રહ્યા છે. માથા પર લાલ તિલક અને સંપૂર્ણ રીતે એક સાધુની સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન. 

ઉલ્લેખનીય છે કે, બચ્ચની આમિર ખાન અને કેટરિના કૈફ સાથેની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' પણ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આ ઉપરાંત તેઓ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ જોવા મળશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close