29 વર્ષના યુવાનનો અજબ દાવો, ઐશ્વર્યા રાયને ગણાવી પોતાની માં!

સંગીતકુમારનો દાવો છે કે ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી એના 6 વર્ષ પહેલાં તેણે તેને જન્મ આપ્યો હતો

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 05:29 PM IST
29 વર્ષના યુવાનનો અજબ દાવો, ઐશ્વર્યા રાયને ગણાવી પોતાની માં!
ફોટો સાભાર - બોલિવૂડ લાઇફ ડોટ કોમ

નવી દિલ્હી : અમિતાભ બચ્ચનની પુત્રવધૂ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આંધ્ર પ્રદેશના 29 વર્ષના સંગીતકુમારે દાવો કર્યો છે કે ઐશ્વર્યા રાય બચ્ચન તેની કથિત માતા છે અને તે હવે તેની સાથે રહેવા માગે છે. સંગીતકુમારનો દાવો છે કે ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી એના 6 વર્ષ પહેલાં તેણે તેને જન્મ આપ્યો હતો. 

ચોંકાવનારી વાત 
વિશાખાપટ્ટનમમાં રહેતા સંગીતકુમારનું કહેવું છે કે તેનો જન્મ લંડનમાં IVF ટેક્નોલોજીની મદદથી થયો હતો. બે વર્ષ સુધી એશ્વર્યા અને તેની માતા વૃન્દા રાય તેમજ પિતા કૃષ્ણરાજ રાયે તેની દેખરેખ રાખી હતી. 29 વર્ષીય સંગીતનો આરોપ છે કે તેના પિતા એદિવેલુ રેડ્ડી તેને વિશાખાપટ્ટ્નમ લઈ આવ્યા અને ત્યારથી તે અહીં જ રહે છે. તેનું કહેવું છે કે તે 27 વર્ષથી પોતાની માતાથી અલગ રહે છે, પરંતુ હવે તેની સાથે રહેવા માંગે છે.

નથી પુરાવા
આ વ્યક્તિ પાસે પોતાના દાવાને સાબિત કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ નથી. તેનું કહેવું છે કે તેના સંબંધીઓ બધા ડોક્યુમેન્ટ નષ્ટ કરી નાખ્યા છે. આટલું જ નહીં, સંગીતનો દાવો છે કે એશ્વર્યા હમણાં એકલી રહે છે કારણકે તે અભિષેકથી અલગ થઈ ગઈ છે.