મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂરે કરી PM ઇન્ડિયા સાથે ખાસ મુલાકાત, પછી થઇ મજેદાર ચર્ચા

બોલિવૂડ સ્ટાર મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂરે તાજેતરમાં જ પીએમ ઇન્ડિયા નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી, બંને વચ્ચેની મુલાકાત દરમિયાન મજેદાર ચર્ચા થઇ, જુઓ તસ્વીરો

મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂરે કરી PM ઇન્ડિયા સાથે ખાસ મુલાકાત, પછી થઇ મજેદાર ચર્ચા

મુંબઈ : બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરે હાલમાં વડાપ્રધાનની મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી અનિલ કપૂરે એક તસવીર શેયર કરી છે. જેની સાથે કેપ્શનમાં તેણે પીએમના વખાણ કર્યાં છે. મણે લખ્યું છે કે તેને પીએમને મળવાની તક મળી એ બદલ તે સન્માનની વાત છે. વડાપ્રધાન સાથે વાત કરીને તે પ્રેરિત છે. અનિલ કપૂરે લખ્યું હતું કે,’આજે મને માનનીય વડાપ્રધાનને મળવાની તક મળી હતી. આ વાતચીતમાંથી ઘણી પ્રેરણા મળી હતી. તેમની દ્રષ્ટિ અને પ્રતિભા કમાલની છે. તેમને મળીને હું સન્માનિત થયાની લાગણી અનુભવી રહ્યો છું.’ 

— Anil Kapoor (@AnilKapoor) January 16, 2019

પોતાની કરિયરના એક તબક્કે અનિલ કપૂર ‘નાયક’ ફિલ્મમાં એક દિવસ માટે CM બન્યો હતો. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. નોંધનીય છે કે ટૂંક સમયમાં જ અનિલ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં અનિલ કપૂરે દીકરી સોનમ કપૂરના ઓનસ્ક્રિન પિતાની ભૂમિકા ભજવી છે. 

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ બોલિવૂડના અનેક યંગસ્ટર્સની મુલાકાત કરી હતી. આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રાજકુમાર રાવ, કરણ જોહર, એકતા કપૂર સહિત અનેક સ્ટાર્સ પીએમને મળ્યાં હતાં. આ પછી સ્ટાર્સ સાથે વડાપ્રધાનની સેલ્ફી પણ વાઈરલ થઈ હતી.  આ પહેલાં હજુ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ફિલ્મ ઉદ્યોગ સામે રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ સરકારે ફિલ્મના ટિકિટો પરનો જીએસટી દર ઘટાડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news