અમિતાભ બચ્ચનથી લઈને અમૃતા રાવ સુધી ઘણા બોલીવુડ સિતારાઓએ આપી મહાશિવરાત્રિની શુભકામના

વર્ષમાં આવનારા 12 શિવરાત્રિઓમાંથી મહાશિવરાત્રિને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 13, 2018, 04:47 PM IST
  અમિતાભ બચ્ચનથી લઈને અમૃતા રાવ સુધી ઘણા બોલીવુડ સિતારાઓએ આપી મહાશિવરાત્રિની શુભકામના

નવી દિલ્હીઃ આજે દેશભરમાં મહાશિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બોલીવુડમાં પણ પાવન પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા આવ્યા પહેલા બોલીવુડ સિતારોઓને પોતાના ફેન્સને કોઈપણ પ્રસંગ કે તહેવારની શુભેચ્છા આપવાનું કામ મુશ્કેલ હતું પરંતુ આજે સોશિયલ મીડિયાના કારણે આ સરળ બની ગયું છે. કોઈપણ મોટા અવસર કે પર્વ પર બોલીવુડ સિતારોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને શુભકામના આપે છે. 

અજય દેવગન, અમિતાભ વચ્ચેનથી લઈને અમૃતા રાવ સહિત ઘણા  એક્ટર્સોએ મહાશિવરાત્રિની શુભકામના આપી છે. 

 

આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર બે દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ તહેવાર 13 અને 14 તારીખે મનાવવામાં આવી રહ્યો છે. વર્ષમાં 12 શિવરાત્રિઓમાંથી મહાશિવરાત્રિને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસ સાથે જોડાયેલી એક માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવે કાલકુટ નામનું ઝેર પોતાના ગળામાં રાખ્યું હતું, જે સંમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યું હતું. આ વિશેષ દિવસે યોગ્ય સમયે યોગ્ય વિધિથી પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય છે.