સાત જ દિવસમાં 500 કરોડ કરતા વધારે કમાણી ! આ છે '2.0'નું Box Office રિપોર્ટકાર્ડ

રજનીકાંત અને અક્ષયકુમારની આ ફિલ્મે બોલિવૂડમાં સારી કમાણી કરી છે

સાત જ દિવસમાં 500 કરોડ કરતા વધારે કમાણી ! આ છે '2.0'નું Box Office રિપોર્ટકાર્ડ

નવી દિલ્હી : રજનીકાંત અને અક્ષયકુમારની '2.0' બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ બોલિવૂડમાં નવો ઇતિહાસ બનાવવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 7 દિવસમાં 500 કરોડ રૂ. એટલે કે અડધો અબજ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી છે. 

આ ફિલ્મે 6 દિવસની અંદર 488 કરોડ રૂ.ની કમાણી કરી હતી પણ ગુરુવારે આ ફિલ્મે 500 કરોડ રૂ.ની કમાણીનો આંકડો પાર કરીને 'બાહુબલી'ની કુલ કમાણી પાછળ રાખી દીધી છે.  આ ફિલ્મના હિંદી વર્ઝ 132 કરોડ રૂ.ની કુલ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ડબ ફિલ્મ બની ગઈ છે. રજનીકાંતની સૌથી વધારે કમાણી કરનાર હિંદી ફિલ્મનો ખિતાબ પણ '2.0'એ પોતાના નામે નોંધાવી લીધો છે.

આ પ્રસંગે ફિલ્મના હિંદી વર્ઝનના પાર્ટનર ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર પણ આ ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યો છે. કરણે ટ્વીટ કરીને નવું પોસ્ટર પોસ્ટ કર્યું જેમાં 500 કરોડનો આંકડો આપવામાં આવ્યો છે. કરણે ટ્વીટ કરીને લખ્યું છે કે આ ફિલ્મનો હિસ્સો હોવા બદલ તે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news