રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ સામે હૈદરાબાદમાં ફરિયાદ દાખલ

મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના એક નાના વીડિયોથી ઈન્ટરનેટ સેન્સેશન બનેલી નવી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર અને તેની ફિલ્મના પ્રોડ્યુસરો વિરુદ્ધ હૈદરાબાદમાં એક ફરિયાદ દાખલ થઈ છે. 

Viral Raval Viral Raval | Updated: Feb 14, 2018, 11:19 AM IST
રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ સામે હૈદરાબાદમાં ફરિયાદ દાખલ
તસવીર- @Muzik247/Youtube

નવી દિલ્હી: મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના એક નાના વીડિયોથી ઈન્ટરનેટ સેન્સેશન બનેલી નવી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર અને તેની ફિલ્મના પ્રોડ્યુસરો વિરુદ્ધ હૈદરાબાદમાં એક ફરિયાદ દાખલ થઈ છે. વાસ્તવમાં હૈદરાબાદમાં આ ફિલ્મનું જે પહેલું ગીત રિલીઝ થયું તે ગીતના કેટલાક શબ્દો સામે આપત્તિ જતાવવામાં આવી છે. ફરિયાદકર્તાનું કહેવું છે કે ગીતથી કેટલાક મુસલમાનોની લાગણીઓ દુભાઈ છે. આ ગીતથી રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ વોરિયર અને ફિલ્મના પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જો કે હજુ પોલીસે એફઆઈઆર નોંધી નથી.

અત્રે જણાવવાનું કે પ્રિયા પ્રકાશનો આ વીડિયો મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવ (Oru Adaar Love)નો છે. આ ફિલ્મના ગીતની એક નાનકડી ઝલક જેવી સોશિયલ મીડિયા પર આવ્યો કે વાઈરલ થઈ ગયો. પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેને એક જ દિવસમાં 6 લાખથી વધુ ફોલોઅર મળ્યા છે. પ્રિયા પ્રકાશ વોરિયરના એક જ દિવસમાં 605હજાર ફોલોઅર વધી ગયા છે. હાલ પ્રિયાના ઈન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફોલોઅર છે.

ફિલ્મ ઉરુ અદાર લવ (Oru Adaar Love)નું નવું ટીઝર ગઈ કાલે સાંજે રિલીઝ થયું. આ ટીઝરમાં પ્રિયા અને રોશન ક્લાસ રૂમમાં બેઠેલા જોવા મળી રહ્યાં છે. બંને એકબીજાને જુએ છે ત્યારે જ પ્રિયા અચાનક તેની આંગળીને કિસ કરીને તેની ગન બનાવીને રોશન પર નિશાન સાંધે છે. રોશન પ્રિયાની આ અદાથી ઘાયલ થઈ જાય છે. નોંધનીય છે કે પ્રિયા અને રોશન આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યાં છે અને બંનેની આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રજુ થશે.