દીપિકા હજી નથી ભુલી એક્સ પ્રેમી રણબીરને?

છેલ્લા કેટલાક દિવસથી દીપિકા પાદુકોણ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરી લેવાની એવી ચર્ચા ચાલી રહી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 03:30 PM IST
 દીપિકા હજી નથી ભુલી એક્સ પ્રેમી રણબીરને?

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસથી દીપિકા પાદુકોણ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરી લેવાની એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ ચર્ચામાં નવો ફણગો ફૂટ્યો છે. બોલિવૂડમાં છાના ખૂણે  ચાલી રહેલી ચર્ચા પ્રમાણે દીપિકા હજુ પણ તેના એક્સ પ્રેમી રણબીર કપૂરને ભુલી નથી જેના કારણે તેનો અને રણવીરનો ક્યારેક ઝઘડો પણ થઈ જાય છે. જોકે રણવીર હજી પણ રાહ જોઈ રહ્યો છે  અને તેને વિશ્વાસ છે કે દીપિકા ક્યારે રણબીરને સંપૂર્ણપણે ભૂલી જશે.

માતા-પિતા સાથે મુલાકાત
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લાંબા સમય સુધી પોતાના સંબંધોની સ્પષ્ટતા નહોતી કરી. જોકે હાલમાં જ દીપિકાએ સ્વીકાર્યું છે કે રણવીર તેનો બોયફ્રેન્ડ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે હાલમાં જ રણવીર દીપિકાના પેરેન્ટ્સને મળ્યો હતો. આ સિવાય દીપિકા પણ રણવીરની બીમાર દાદીના ખબર પૂછવા ગઈ હતી. દીપિકા અને રણવીરે સાથે જ રામલીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મ પદ્માવતી છે જેની રિલીઝ વિવાદોને કારણે અટકી ગઈ છે. ફિલ્મમાં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર નિભાવી રહ્યા છે અને દીપિકા રાણી પદ્માવતીના કેરેક્ટરમાં છે.

ગોવામાં સંયુક્ત પ્રોપર્ટી
રણવીર અને દીપિકા પાદુકોણ તાજેતરમાં જ માલદીવ્સમાં સાથે વેકેશન માણતાં જોવા મળ્યા હતાં. આ વેકેશન પછી જોરશોરથી એવી પણ ચર્ચા હતી કે આ જોડી ટૂંક સમયમાં જ સગાઇ કરશે. એક ચર્ચા એવી પણ છે કે બન્નેએ ગોવામાં એક પોશ બંગલો પણ ખરીદ્યો છે. રિપોર્ટ અનુસાર રણવીર અને દીપિકાએ ગોવામાં પોશ બંગલો ખરીદ્યો છે. જોકે, આ વિશે હજુ વધુ માહિતી મળી શકી નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે આ જોડીએ ખરીદેલો બંગલો રઘુરામ રાજન અને સુનિલ ગાવસ્કર જેવી હસ્તીઓના બંગલાની નજીક આવેલો છે.