Big Bossની આ પૂર્વ સ્પર્ધકનો બાથટબ સીન થઈ ગયો લીક

 બિગ બોસની પૂર્વ સ્પર્ધક રહી ચૂકેલી અભિનેત્રી મહેક ચહલ આજકાલ ખુબ પરેશાન છે. કારણ કે તેની આવનારી ફિલ્મ માટે શૂટ કરવામાં આવેલો તેનો એક બાથટબ સીન લીક થઈ ગયો છે 

Viral Raval Viral Raval | Updated: Jan 3, 2018, 09:46 AM IST
Big Bossની આ પૂર્વ સ્પર્ધકનો બાથટબ સીન થઈ ગયો લીક
તસવીર-@maheckchahal/Instagram

નવી દિલ્હી: બિગ બોસની પૂર્વ સ્પર્ધક રહી ચૂકેલી અભિનેત્રી મહેક ચહલ આજકાલ ખુબ પરેશાન છે. કારણ કે તેની આવનારી ફિલ્મ માટે શૂટ કરવામાં આવેલો તેનો એક બાથટબ સીન લીક થઈ ગયો છે અને ફિલ્મની રીલિઝ પહેલા જ લીક થયેલા આ સીનને લઈને મહેક ખુબ અપસેટ છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસના અહેવાલ મુજબ મહેક અરબાઝ ખાન અભિનિત ફિલ્મ નિર્દોષમાં જોવા મળશે. આ ફિલ્મના સહ દિગ્દર્શક પ્રદીપ રંગવાની અને સુબ્રતો પોલ છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન અને મંજરી ફડણવીસ પણ મહત્વની ભૂમિકામાં છે. અત્રે જણાવવાનું કે મહેક ચહલ બિગ બોસ સીઝન 5માં જોવા મળી હતી. 

ન્યૂઝ એજન્સી આઈએએનએસ મુજબ મહેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે મારા એક મિત્રે મને આ ક્લિપ બતાવી ત્યારે હું તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મને ત્યારે ખબર પડી કે આ તો મારી ફિલ્મ નિર્દોષનો સીન છે. મેં ત્યારે આ વાત ફિલ્મના નિર્દેશકોને કરી. તેઓ આ મામલાની તપાસ કરી રહ્યાં છે. મહેકે કહ્યું કે અમે ઓછા લોકોની હાજરીમાં આ સીન શૂટ કર્યો હતો અને હવે આ સીન લીક કરનારાની શોધખોળ કરી રહ્યાં છીએ. મેં પહેલીવાર આ પ્રકારનો સીન શૂટ કર્યો. હું મારા ગુસ્સાને કેવી રીતે શાંત કરું તે ખબર નથી અને તેને કયા શબ્દોમાં વ્યક્ત કરું? ફિલ્મ નિર્દોષ એક હત્યાના રહસ્ય સંબંધિત છે. ફિલ્મ 19 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. 

mehak

મહેલ આ અગાઉ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની  ફિલ્મ વોન્ટેડમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસની પાંચમી સિઝનમાં પણ સ્પર્ધક તરીકે જોવા મળી હતી. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close