VIDEO: 'પરી'નું ટીઝર રિલીઝ, 'ડરામણી' અનુષ્કાને જોઈને સો ટકા તમે થથરી જશો

હાલમાં જ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અભિનેત્રી અનુષ્કા શર્મા 'પરી' ફિલ્મથી રૂપેરી પડદે પાછી ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે.

VIDEO: 'પરી'નું ટીઝર રિલીઝ, 'ડરામણી' અનુષ્કાને જોઈને સો ટકા તમે થથરી જશો

નવી દિલ્હી: હાલમાં જ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અભિનેત્રી અનુષ્કા શર્મા 'પરી' ફિલ્મથી રૂપેરી પડદે પાછી ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. અનુષ્કા શર્માએ બુધવારે પોતાના ટ્વિટર પેજ પર 'પરી' ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું. ફિલ્મનું ટીઝર જોઈને કદાચ તમારા શ્વાસ થંભી જાય. ટીઝરમાં અનુષ્કા ભૂતના રોલમાં જોવા મળી રહી છે. તેનો ચહેરો ખુબ ડરામણો લાગી રહ્યો છે. ટીઝર જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં તેના ઉપર આત્માની અસર હશે. 10 સેકન્ડના આ વીડિયોમાં અનુષ્કાના ગાલ ધીરે ધીરે ફાટતા જોવા મળી રહ્યાં છે. તેણે આ ડરામણો લૂક આવનારી ફિલ્મ 'પરી' માટે અપનાવ્યો છે. ટીઝર જારી કરતા અનુષ્કાએ લખ્યું કે 'તમને ઊંઘ સારી આવે'. ફિલ્મ પરી 2 ફેબ્રુઆરી 2018ના રોજ રિલીઝ થશે. 

ગત વર્ષે જારી થયું હતું પોસ્ટર
અનુષ્કાએ ગત વર્ષ જુલાઈમાં ફિલ્મ પરીનું પોસ્ટર જારી કર્યુ હતું. અનુષ્કાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પરી ખુબ ઉમદા કહાની છે. અને મને નિર્દેશકના દ્રષ્ટિકોણની સાથે સાથે ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટની સાથે આ સહયોગ પર પૂરેપૂરો ભરોસો છે. ફિલ્મમાં બંગાળી અભિનેતા પરમબ્રત ચેટરજી પણ હશે. મળતી માહિતી મુજબ ફિલ્મનું શુટિંગ મુંબઈ અને કોલકાતામાં થયું છે. અનુષ્કાનો લૂક આ ટીઝર અને પોસ્ટરમાં ખુબ ડરામણો લાગી રહ્યો છે જેને જોઈને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. 

અનુષ્કાના પ્રોડક્શન હાઉસમાં બની છે 'પરી' ફિલ્મ 
'પરી' ફિલ્મ અનુષ્કા શર્માના પ્રોડ્કશન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સની ત્રીજી ફિલ્મ છે. પહેલા તે 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ વાજપેયીની ફિલ્મ 'અય્યારી'ની રિલીઝ ડેટ 26 જાન્યુઆરીથી આગળ વધારીને 9 ફેબ્રુઆરી થતા હવે અનુષ્કાએ પણ ફિલ્મની રિલીઝ ડેટ 2 માર્ચ કરી દીધી છે. એટલે કે ફિલ્મ હવે હોળીઓની રજાઓમાં રિલીઝ થશે. 

અનુષ્કાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ NH 10 હતી. જેમાં તેની ભૂમિકાને પતિ વિરાટ કોહલીએ ખુબ બિરદાવી હતી. હોમ પ્રોડક્શનની બીજી ફિલ્મ ફિલ્લૌરીમાં અનુષ્કાએ એક દોસ્તાના ભૂતની ભૂમિકા ભજવી હતી જો કે દર્શકોએ તેને ખાસ રિસ્પોન્સ આપ્યો નહતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news