પ્રિયંકા લગ્નમાં કોને બોલાવશે અને કોને નહીં? ચર્ચામાં છે ગેસ્ટ લિસ્ટ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની બધી જગ્યાએ ચર્ચા છે

પ્રિયંકા લગ્નમાં કોને બોલાવશે અને કોને નહીં? ચર્ચામાં છે ગેસ્ટ લિસ્ટ

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની બધી જગ્યાએ ચર્ચા છે. આ બંનેએ લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા અને નિકના લગ્નનો સમારંભ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી જોધપુરમાં યોજાશે અને એનું ઇન્વિટેશન નવેમ્બરના મધ્યમાં મોકલવામાં આવશે. હાલમાં એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ દ્વારા પ્રિયંકાના લગ્નનું ગેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌથી મોટું નામ સલમાન ખાનનું છે. ન્યૂઝ પોર્ટલની માહિતી પ્રમાણે પ્રિયંકાએ બોલિવૂડમાંથી જે સેલિબ્રિટીઝને આમંત્રણ આપ્યું છે એમાં સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, ફરહાન અખ્તર તેમજ સિદ્ધાર્થ રોય કપૂર શામેલ છે. 

આ લિસ્ટમાં સલમાનનું નામ રસપ્રદ ઘટના છે કારણ કે હાલમાં જ પ્રિયંકાએ લગ્ન માટે સલમાનની ફિલ્મ 'ભારત' છોડી દીધી હતી. આ પછી બંનેના સંબંધોમાં સમસ્યા ઉભી થઈ હોવાના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લેશે અને લગભગ 1500-2000 લોકોને ઇન્વિટેશન આપવામાં આવશે. નિક તરફથી પણ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

હાલમાં પ્રિયંકાએ નિક સાથે લગ્ન કરવાના કારણની ચર્ચા કરતા કહ્યું હતું કે  પ્રિયંકાએ જણાવ્યું હતું કે, હું એક એવા વ્યક્તિને મારો જીવનસાથી પસંદ કરવા માગતી હતી જે મારો આદર કરે, એટલે મારો કહેવાનો એ અર્થ નથી કે તે મારા કોફી બનાવી આપે. પણ તે જિંદગીભર કરેલી મારી મહેનત તે સમજે. આ ઉપરાંત મારા અચિવમેન્ટને આદર આપે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news