હેપી બર્થડે આમિર ખાન: ઈન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ વગર 238k ફોલોઅર્સ

બોલિવૂડ અભિનેતા અને પરફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે જન્મદિવસ છે. આમિર ખાન 53 વર્ષનો થયો. તેનું આખુ નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે.

Updated: Mar 14, 2018, 10:33 AM IST
હેપી બર્થડે આમિર ખાન: ઈન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ વગર 238k ફોલોઅર્સ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા અને પરફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે જન્મદિવસ છે. આમિર ખાન 53 વર્ષનો થયો. તેનું આખુ નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે. આમિર એક એવા અભિનેતા છે જેણે પોતાના કેરિયરમાં દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યુ અને પોતાના શાનદાર અભિનયથી દર્શકો વચ્ચે ખાસ ઓળખ બનાવી.

ટ્વિટર પર 22 મિલિયનથી વધુ ફોલોઅર્સ
આમિર ખાનને તેના ચાહકો મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી પણ બોલાવે છે. તેની પાછળ કારણ એ છે કે તે પોતાની ફિલ્મો માટે ખુબ મહેનત કરે છે. ફિલ્મ કયામત સે કયામત તકથી કેરિયરની શરૂઆત કરનારા આમિર ખાનના ફેન ફોલોઅર્સ ખુબ છે. અત્રે જણાવવાનું કે આમિર ખાન પોતાના અંગત જીવનને સોશિયલ મીડિયાથી દૂર રાખે છે. ટ્વિટર પર 22 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.

હેપી બર્થડે આમિર ખાન: ઈન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ વગર 238k ફોલોઅર્સ

ફેન્સને આપશે એક મોટું સરપ્રાઈઝ
પરંતુ આમિર પોતાના ફેન્સને એક મોટુ સરપ્રાઈઝ આપ્યું છે. આમિર ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવી ચૂક્યો છે. જો કે તેણે હજુ સુધી એક પણ પોસ્ટ કરી નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ તેના ફોલોઅર્સની સંખ્યા બે લાખથી વધુ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ આમિરના ફેન્સ હવે તેના અંગત જીવનને વધુ નજીકથી જાણી શકશે. આ જ રીતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. જોત જોતામાં તો ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે.

આમિરની ફિલ્મો વિશ્વભરમાં છવાઈ
આમિરની હાલની ફિલ્મ પીકે, દંગલ, સીક્રેટ સુપરસ્ટારે કમાણીના મામલે વિશ્વભરમાં જોરદાર દેખાવ કર્યો છે. અત્રે જણાવવાનું કે આમિર ખાનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કમાણીના મામલે ટોચની પાંચ પ્રતિષ્ઠિત ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ટોચ 5ની યાદીમાં સીક્રેટ સુપરસ્ટારની એન્ટ્રી સાથે આમિર ખાનની 3 ફિલ્મો આ યાદીનો ભાગ બની છે.

આમિરની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન
દંગલની સાથે 1908 કરોડની કમાણી, સીક્રેટ સુપરસ્ટાર 874 રૂપિયાની કમાણી અને પીકેમાં 831 રૂપિયાની કમાણી સાથે મોટા રેકોર્ડ સ્થાપનારામાં આમિર એકમાત્ર ભારતીય અભિનેતા છે. ચીની આઈએમડીબી મુજબ આમિર ખાન ત્યાં વિદેશી અભિનેતાઓની સૂચિમાં સૌથી ઉપર છે. દંગલ ફિલ્મ ટોચ પર છે. આમિરની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન છે. જેમાં તેની સાથે કેટરિના કેફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ જોવા મળશે.