Bigg Boss 11: હિના ખાને શિલ્પા શિંદેની સરખામણી કરી નાખી 'કોલ ગર્લ' સાથે !

હિના ખાન હંમેશા કોઈને કોઈ વિવાદીત નિવેદન આપતી રહે છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 11, 2018, 05:55 PM IST
Bigg Boss 11: હિના ખાને શિલ્પા શિંદેની સરખામણી કરી નાખી 'કોલ ગર્લ' સાથે !
હિનાના આ નિવેદનથી નારાજ થઈ શકે છે ફેન્સ (તસવીર - ઇન્સ્ટાગ્રામ)

નવી દિલ્હી : નજીકના ભવિષ્યમાં 'બિગ બોસ' 11ના વિજેતાના જાહેરાત થઈ શકે. આ સમયે ઘરની અંદર રહેલા સ્પર્ધકોએ એક઼બીજા પર વ્યંગ કરવાનો એકપણ મોકો નથી છોડતા કારણ કે હવે આખો મામલો જીતનો છે. હિના ખાનની વાત કરીએ તો એ રોજ કોઈને કોઈ વિવાદીત નિવેદન આપી જ દે છે. 

અનસીન વીડિયો થયો છે વાઇરલ
હાલમાં 'બિગ બોસ'ના ઘરનો એક અનસીન વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે શિલ્પા શિંદે વિશે અભદ્ર કમેન્ટ કરતી સંભળાય છે.  આ વીડિયોમાં હિનાએ શો દરમિયાન શિલ્પાની સરખામણી 'કોલ ગર્લ' સાથે કરી નાખી. વિકાસ સાથે વાતચીત કરતી વખતે હિનાએ શિલ્પા માટે 'કોલ ગર્લ' શબ્દનો ઉપયોગ કર્યો.

વિવાદાસ્પદ નિવેદન
આ વિવાદાસ્પદ નિવેદનમાં હિનાએ શિલ્પા માટે કહ્યું છે કે, ‘એ એવી રીતે વાત કરે છે જાણે કોલ ગર્લ!’ હિના દ્વારા વાપરવામાં આવેલા આ આપત્તિજનક શબ્દોને મ્યુટ કરી દેવામાં આવ્યા હતા. જોકે લિપ રીડિંગ કરતા એવું લાગે છે કે હીનાએ ‘કોલ ગર્લ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હિના આ પહેલાં પણ શોમાં અનેકવાર વિવાદીત નિવેદનો આપીને સલમાન ખાનની વઢ સાંભળી ચૂકી છે. જોકે હવે હીનાના આ લેટેસ્ટ નિવેદનથી તેના પોતાના ચાહકો પણ નારાજ થઈ શકે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close