વિશ્વ મહિલા દિવસ પર ટ્વિટ કરીને ફસાઈ ગયા બિગ બી, લોકોએ કહ્યું-'વહુને કેવી રીતે ભૂલી ગયા?'

વિશ્વ મહિલા દિવસ પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને એક ટ્વિટ કરી અને ટ્રોલ થવા લાગ્યાં.

Viral Raval Viral Raval | Updated: Mar 8, 2018, 12:37 PM IST
વિશ્વ મહિલા દિવસ પર ટ્વિટ કરીને ફસાઈ ગયા બિગ બી, લોકોએ કહ્યું-'વહુને કેવી રીતે ભૂલી ગયા?'

નવી દિલ્હી: વિશ્વ મહિલા દિવસ પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને એક ટ્વિટ કરી અને ટ્રોલ થવા લાગ્યાં. આ પોસ્ટમાં તેમણે પોતાના પરિવારની મહિલાઓની તસવીર શેર કરતા અમિતાભે નારી શક્તિ અને સ્વચ્છ ભારત અભિયાન સંલગ્ન વિડિયો પણ શેર કર્યો. પરંતુ બિગ બીની પોસ્ટમાં એક ખાસ વસ્તુ જોવા મળી જેણે લોકોનું તરત ધ્યાન ખેંચ્યું અને સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા.

વાત જાણે એમ બની કે અમિતાભ બચ્ચને મહિલા દિવસ પર શેર કરેલી પોસ્ટમાં પૌત્રી આરાધ્યા, નવ્યા નવેલી નંદા, પત્ની જયા બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચનની તસવીરો શેર કરી. પરંતુ આ પોસ્ટમાં ક્યાંય ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી નહીં. મહિલાઓના સન્માન પર વાત કરતી આ પોસ્ટમાં વહુ એશ્વર્યા ન હોવાના કારણે લોકોએ તરત બિગ બીને સવાલો પૂછવાના શરૂ કરી દીધા.

અત્રે જણાવવાનું કે 8 માર્ચના રોજ દર વર્ષે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ અગાઉ પણ કેટલાક અવસરો પર પોતાના ઘરની મહિલાઓની તસવીરો શેર કરીને તેમાં એશ્વર્યા ન હોવા પર બિગ બીના ફેન્સના જવાબોના નિશાન બની ચૂક્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલદી ફિલ્મ 102 નોટ આઉટમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે ઋષિ કપૂર જોવા મળશે જે અમિતાભના પુત્ર બનેલા નજરે ચડશે.