વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને કર્યું ટેગ, કહ્યું - મહિલા-પુરૂષ બરાબર નથી..

પોતાની આ પોસ્ટમાં વિરાટે પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કર્યું છે. વિરાટે આ વીડિયોમાં કહ્યું, મહિલા અને પુરૂષ સમાન નથી...   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 05:36 PM IST
વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને કર્યું ટેગ, કહ્યું - મહિલા-પુરૂષ બરાબર નથી..
વિરાટ અને અનુષ્કાના લગ્ન ગત વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. (ફોટો સાભાર @imVkohli/anushkasharma)

નવી દિલ્હીઃ આ મહિલા દિવસ પર, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્માને ડેડિકેટ કરતા એક શાનદાર સંદેશ આપ્યો છે. સામાન્ય રીતે આ દિવસે મહિલાઓને બરોબરી આપવાની વાત થતી હોય છે, પરંતુ વિરાટ એડક ડગલું આગળ નીકળ્યો છે. તેમણે મહિલાઓને પુરૂષોની બરાબર કરતા આગળ ગણાવી છે. પોતાના આ વીડિયો મેસેજને ટ્વીટ કરતા વિરાટ કોહલીએ લખ્યું, પોતાના જીવનની એક અસાધારણ પ્રતિભાશાળી મહિલાને આ પોસ્ટમાં ટેગ કરો જે બરોબર નહીં આગળ છે. 

પોતાની આ પોસ્ટમાં વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેક કર્યું છે. વિરાટે આ વીડિયોમાં કહ્યું, મહિલા અને પુરૂષ સમાન નથી. જો અમે હોત. સત્ય કહું તો, સત્ય છે કે પુરૂષને મહિલા હોવા કરતા ઘણું સરળ છે. યૌન શોષણ, ભેદભાવ, લિંગવાદ, ઘરેલૂ સિંહા શું તમે હજુ પણ વિચારો છો કે તે બરોબર છે? નહીં, તે બરોબર નહીં પણ આગળ છે. દુનિયાની દરેક મહિલાને મારી તરફથી મહિલા દિવસની શુભકામનાઓ.. 

અનુષ્કા શર્માએ આ દિવસે પોતાનો બાળપણનો એક ફોટો શેર કરતા મહિલા દિવસની શુભેચ્છા આપી છે. અનુષ્કાએ લખ્યું, તે દિવસથી લઈને આજ સુધી, હું સ્વતંત્ર અને મજબૂત રહી છું.. અને હું આ બધું છું તે વ્યક્તિ માટે જેણે મને મારા જેવી રહેવા દીધી.. મહિલા દિવસની શુભકામનાઓ દરેક તે મહિલાને જે મહેસુસ કરે છે અને તે પુરૂષોને જે મહિલાઓને તેમના માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close