ઈરફાન ખાનને બ્રેઈન કેન્સર? અફવા છે કે હકીકત તે જાણવા કરો ક્લિક

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ઈરફાન ખાને બે દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેઓ એક દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે.

Viral Raval Viral Raval | Updated: Mar 7, 2018, 11:58 AM IST
ઈરફાન ખાનને બ્રેઈન કેન્સર? અફવા છે કે હકીકત તે જાણવા કરો ક્લિક
તસવીર-@Irrfan/Twitter

નવી દિલ્હી: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ઈરફાન ખાને બે દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેઓ એક દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. જો કે તેમણે ટ્વિટર પર જારી કરેલા પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે તેમની બીમારી અંગે હજુ તપાસ પૂરી થઈ નથી અને તેની જાણ થતા જ તેઓ અઠવાડિયા દસ દિવસમાં આ અંગે બધા સામે ખુલાસો કરશે. પરંતુ આમ છતાં ઈરફાન ખાનની બીમારી પર અનેક અટકળો થઈ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈરફાન ખાનને બ્રેઈન કેન્સર થયુ છે અને તે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે.

મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટસ મુજબ, ઈરફાન ખાનને ગ્લિયોબ્લાસ્ટોમા મલ્ટીફોર્મે(જીબીએમ) ગ્રેડ-4 છે. જેને 'ડેથ ઓન ડાયગ્નોસિસ' પણ કહેવાય છે જે એક જીવલેણ બ્રેન કેન્સરનો પ્રકાર છે. પરંતુ આ તમામ અહેવાલોને ફગાવીને ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ સ્પષ્ટતા કરી છે કે આવું કશું નથી અને ઈરફાન ખાન મુંબઈની કોઈ હોસ્પિટલમાં નથી પરંતુ દિલ્હીમાં છે. કોમલ નાહટાએ ટ્વિટર પર લખ્યું કે ઈરફાન ખાન બીમાર છે પંરતુ છેલ્લા એક બે કલાકથી તેમની તબિયત અંગે જે અહેવાલો આવી રહ્યાં છે તે માત્ર અફવા છે. તેના હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલો ખોટા છે. ઈશ્વરની કૃપાથી ઈરફાન ખાન દિલ્હીમાં છે અને એ જ સત્ય છે.

અત્રે જણાવવાનું કે ઈરફાન ખાને સોમવારે ટ્વિટ કરીને પોતાની બીમારી અંગે જાણકારી શેર કરી હતી. તેણે લખ્યું હતું કે ક્યારેક ક્યારેક તમે જાગો છો અને જાણો છો કે તમારી જીંદગી સંપૂર્ણ રીતે હલી ગઈ છે. ગત 15 દિવસોમાં મારી જીંદગી સસ્પેન્સ સ્ટોરી બની ગઈ છે. દુર્લભ વાર્તાઓની શોધ કરતા કરતા મને એક દુર્લભ બીમારી મળી જશે તે વાતનો મને અંદાજો પણ નહતો. જો કે મે ક્યારેય આશાનો દામન છોડ્યો નથી અને હંમેશા મારી પસંદ માટે લડાઈ લડી અને હંમેશા લડતો રહીશ. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે અને અમે બધા હાલ આ બીમારીમાંથી બહાર નીકળવા માટે રસ્તો શોધી રહ્યાં છીએ. આ કોશિશ દરમિયાન મહેરબાની કરીને અટકળો ન કરો કારણ કે અઠવાડિયા દસ દિવસની અંદર હું પોતે તમારી સાથે માહિતી શેર કરીશ. ત્યાં સુધી મારા માટે કામના કરો.

ઈરફાન ખાનની બીમારી અંગે જાણકારી મળતા જ બોલિવૂડના અનેક સિતારાઓએ તેના જલદી સાજા થવા અંગે દુઆઓ માંગી છે. અત્રે જણાવવાનું કે ઈરફાન દીપિકા પાદૂકોણ સાથે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મનું શુટિંગ શરૂ કરવાના હતો પરંતુ ઈરફાનની બીમારીના કારણે હાલ આ ફિલ્મનું શુટિંગ થોડા દિવસ માટે ટાળી દેવાયું છે.

ઈરફાનની બીમારી અંગેના અહેવાલ

https://lh3.googleusercontent.com/-ku8ceNkByVg/Wp97iOUuAhI/AAAAAAAAIK8/Im4w3MoWD8onNjIqXVfXlPP77RxHec-EwCL0BGAYYCw/h831/2018-03-06.jpg

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close