VIDEO:માતાના નિધન બાદ પહેલીવાર આવ્યો જ્હાનવીનો બર્થડે, જાણો કેવી રીતે ઉજવાયો?

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવીનો 6 માર્ચના રોજ એટલે કે કાલે 21મો બર્થડે ગયો. પરંતુ જ્હાનવીના બર્થડેના થોડા દિવસ પહેલા જ શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાથી મોત થઈ ગયું.

VIDEO:માતાના નિધન બાદ પહેલીવાર આવ્યો જ્હાનવીનો બર્થડે, જાણો કેવી રીતે ઉજવાયો?

નવી દિલ્હી: બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવીનો 6 માર્ચના રોજ એટલે કે કાલે 21મો બર્થડે ગયો. પરંતુ જ્હાનવીના બર્થડેના થોડા દિવસ પહેલા જ શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાથી મોત થઈ ગયું. અત્રે જણાવવાનું કે શ્રીદેવી એક કૌટુંબિક સમારોહમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. ત્યાં સમારોહ ખતમ થયા બાદ તે પોતાની મોટી પુત્રી જ્હાનવી માટે શોપિંગ કરવા રોકાઈ હતી. જ્હાનવીના 21માં જન્મદિવસ માટે શોપિંગ કરવા માટે રોકાઈ હતી પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ તેનું મોત થયું. ઈન્ડિયા ડોટ કોમના અહેવાલ મુજબ બર્થડેના દિવસે જ્હાનવી વૃદ્ધાશ્રમમાં ગઈ હતી. માતા અને પુત્રીએ એવી પરંપરા જાળવી હતી કે આવા ખાસ દિવસની ઉજવણી કઈંક આવી રીતે થાય.અહીં એક વીડિયો પણ દર્શાવવામાં આવ્યો છે. જો કે કેટલાકનું કહેવું છે કે તે ગત વર્ષનો છે.

મળતી માહિતી મુજબ જ્હાનવી વૃદ્ધાશ્રમમાં જોવા મળી હતી. સાથે ત્રણ કેક હતી. એવી હંમેશાથી પરંપરા રહી હતી કે માતા પુત્રી આવા ખાસ અવસરની ઉજવણી ખાસ રીતે કરતા હતાં. જો કે કેટલાકનું એવું કહેવું છે કે આ વીડિયો ગત વર્ષનો છે. જે પણ હોય પરંતુ શ્રીદેવીના આત્માને પુત્રીના આ કાર્ય પર જરૂર ગર્વ થતો હશે. પુત્રી 21 વર્ષની થઈ. જ્હાનવીના જન્મદિવસે તેનામાં જોશ ઓછુ હતું કારણ કે હાલમાં જ તેણે માતાને ગુમાવી છે. બોલિવૂડલાઈફ.કોમ પર પ્રકાશિત એક અહેવાલ મુજબ બોની કપૂરે પુત્રીના જન્મદિવસ પર એક નાનું ગેટટુગેધર રાખવાની તૈયારી કરી હતી. કારણ કે તેની માતા શ્રીદેવી ઈચ્છતી હતી કે જ્હાનવી તેનો આ બર્થડે સેલિબ્રેટ કરે. સોનમ કપૂરે પણ  જ્હાનવીને બર્થડે વીશ કરતા જ્હાનવી સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરને શેર કરતા સોનમે લખ્યું છે કે હુ જાણું છું તેમાં સૌથી બહાદુર છોકરી, જે આજે એક વુમન બની છે.. હેપી બર્થડે

A post shared by SnehZala (@snehzala) on

અત્રે જણાવવાનું કે જ્હાનવીએ માતાના મોતના થોડા દિવસ બાદ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે લખ્યું હતું કે તે તેના જન્મદિવસ પર એક જ વસ્તુ ઈચ્છે છે કે તમે તમારા માતા પિતાને હંમેશા પ્રેમ કરો. આ સાથે જ તેમની સાથે સમય વિતાવો અને તેમને જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. જ્હાનવી બહુ જલદી ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તે શાહિદના ભાઈ ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. જો કે શ્રીદેવી પુત્રીની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દુનિયાને અલવિદા કહીને જતી રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news