લો બોલો, આ ટોચની અભિનેત્રીને પણ પ્રિયંકા અને દીપિકાની જેમ...

આ અભિનેત્રીએ એક મોટુ સ્ટેટમેન્ટ આપ્યું છે.

Viral Raval Viral Raval | Updated: Jun 13, 2018, 10:15 AM IST
લો બોલો, આ ટોચની અભિનેત્રીને પણ પ્રિયંકા અને દીપિકાની જેમ...
ફાઈલ ફોટો

નવી દિલ્હી: 'ઈનક્રેડિબલ્સ 2'ની હિંદી આવૃત્તિના ડબિંગનો ભાગ બનેલી અભિનેત્રી કાજોલે કહ્યું કે તે હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છે. કાજોલે આઈએએનએસને જણાવ્યું કે હું હોલિવૂડ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરીશ. કોઈ વિશેષ શૈલી ધ્યાનમાં નથી અને મને પટકથા આકર્ષિત કરે છે કે નહીં તેના ઉપર તે નિર્ભર છે.

બે બાળકોની માતા કાજોલે કહ્યું કે હું (હોલિવૂડ ફિલ્મ કરતા પહેલા) એ જ સવાલ કરીશ જે હિંદી ફિલ્મોની પસંદગી કરતા પહેલા કરું છું. કાજોલે કહ્યું કે તે પહેલેથી ખુબ ઉત્સાહિત છે. અત્રે જણાવવાનું કે કાજોલ છેલ્લે ધનુષ સાથે ફિલ્મ 'વીઆઈપી 2'માં જોવા મળી હતી. ધનુષના કહેવા પર તેણે આ ફિલ્મ સાઈન કરી હતી. ત્યારબાદ તે હવે હોલિવૂ઼ડ એનિમેશન ફિલ્મ 'ઈનક્રેડિબલ્સ 2'માં ડબિંગમાં જોવા મળશે. જો કે હવે તે પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદૂકોણની જેમ હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા માંગે છે.

Kajol would love to do a Hollywood film

અત્રે જણાવવાનું કે દીપિકાએ ફિલ્મ 'ટ્રિપલ એક્સ રિટર્ન ઓફ જેન્ડર કેજ'થી હોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. જ્યારે પ્રિયંકાએ હોલિવૂડ શો 'ક્વાન્ટિકો'થી હોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close