OMG.. કંગના બોલી- 'કરણ તેના મહેમાનોને 'ઝેર' પિવડાવે છે'

કંગના રનોટ તેના બોલ્ડ સ્વભાવના કારણે જાણીતી છે. કોઈને ખુશ કરવાના કે ખોટે ખોટા વખાણ તો તે ભાગ્યે જ કરતી હોય છે

Viral Raval Viral Raval | Updated: Jan 12, 2018, 03:47 PM IST
 OMG.. કંગના બોલી- 'કરણ તેના મહેમાનોને 'ઝેર' પિવડાવે છે'
ફાઈલ તસવીર

નવી દિલ્હી: કંગના રનોટ તેના બોલ્ડ સ્વભાવના કારણે જાણીતી છે. કોઈને ખુશ કરવાના કે ખોટે ખોટા વખાણ તો તે ભાગ્યે જ કરતી હોય છે. ગત વર્ષ કંગના અને કરણ જૌહર વચ્ચે જે વિવાદ થયો તે તો જગજાહેર છે અને હવે આ વર્ષની શરૂઆતમાં કંગનાએ ફરીથી કરણ જૌહરના શોમાં એક આવી જ કોઈક મજાક કરી છે. ગુરુવારે કંગના 'ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર'ના સેટ પર મહેમાન તરીકે પહોંચી હતી. આ શોના જજ ફિલ્મમેકર કરણ જૌહર અને રોહિત શેટ્ટી છે. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફના જણાવ્યાં મુજબ આ શોના સેટ પર એક ગેમ રમવામાં આવી હતી. જેમાં એ જણાવવાનું હતું કે તમે એક બીજાને કેટલુ સારી રીતે જાણો છો. આ ખેલ દરમિયાન કંગનાને પૂછવામાં આવ્યું કે કરણ પોતાના ટોક શોમાં મહેમાનોને શું ઓફર કરે છે? તો કંગનાએ તકનો લાભ ઉઠાવતા કહ્યું કે ઝેર પીવડાવે છે.. મને પૂછોં. જો કે કંગનાના આ ડાઈલોગ બાદ ત્યાં હાજર બધા હસવા લાગ્યાં અને ખુબ કંગના પણ હસી પડી હતી. 

પ્રિયંકા ચોપડા પણ બની હતી ગેસ્ટ
અત્રે જણાવવાનું કે આ શોની પહેલી મહેમાન બનીને પ્રિયંકા ચોપરા ત્યાં પહોંચી હતી. પ્રિયંકા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ શોનું શુટિંગ કરી ચૂક્યા છે. કંગનાને જ્યારે ચેનલ તરફથી આ શોનું આમંત્રણ આવ્યું તો એવી અટકળો થઈ રહી હતી કે કદાચ કરણ જૌહર સામેનો સામનો ટાળવા માટે તે ત્યાં ન જાય પરંતુ કંગનાએ એવું ન કર્યું. 

kangana ranuat

(તસવીર સાભાર- ઈન્સ્ટાગ્રામ)

કરણના ટોકશોમાં શરૂ થયો હતો વિવાદ
અત્રે જણાવવાનું કે પોતાની ફિલ્મ રંગૂનના પ્રમોશન વખતે કંગના રનોટ કરણના ટોક શો કોફી વિથ કરણમાં સેફ અલી ખાન સાથે પહોંચી હતી. અહીં કંગનાએ  કરણ જૌહરને ભાઈ-ભત્રીજાવાદને પ્રમોટ કરનાર વ્યક્તિ ગણાવ્યો હતો. આ શો બાદ કરણ, કંગના પર ખુબ વરસ્યો હતો અને કંગનાને એક ઓપન લેટર પણ લખ્યો હતો. પરંતુ ગત વર્ષ થયેલા આ વિવાદનો આ વર્ષની શરૂઆતમાં અંત આવ્યો અને બંનેએ ફરીથી દોસ્તી કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ દોસ્તી કેટલો સમય ચાલશે?

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close