કઠુઆ ગેંગરેપઃ ટ્રોલર્સે કરીના કપૂરને નિશાને લીધી, તો સ્વરા ભાસ્કરે આપ્યો વળતો જવાબ

સ્વરા ભાસ્કર હંમેશા પોતાના નિવેદનો અને બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તે દરેક મુદ્દે પોતાનું મંતવ્ય ખુલીને રાખવા માટે જાણીતી છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Apr 15, 2018, 04:59 PM IST
 કઠુઆ ગેંગરેપઃ ટ્રોલર્સે કરીના કપૂરને નિશાને લીધી, તો સ્વરા ભાસ્કરે આપ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ સ્વરા ભાસ્કર હંમેશા પોતાના નિવેદનો અને બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તે દરેક મુદ્દે પોતાનું મંતવ્ય ખુલીને રાખવા માટે જાણીતી છે. સોશિયલ મીડિયા ટ્રોલર્સને પણ જવાબ આપવામાં તે પાછળ રહેતી નથી. હવે ફરી એકવાર સ્વરા પોતાના ટ્વીટથી ચર્ચામાં છે. મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મને કારણે બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ પ્લેકાર્ડ પર  # I AM HINDUSTAN I AM ASHAMED અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે અભિનેત્રી કરીના કપૂર ખાને પણ હેશટેગની સાથે એક પોસ્ટ કરી. મહત્વનું છે કે કરીનાનું કોઈ ટ્વીટર હેન્ડલ નથી તેથી તેની આ પોસ્ટ વીરે ધી વેટિંગની કો-સ્ટાર સ્વરા ભાસ્કરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યું. જેને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જેને લઈને સ્વરા ભાસ્કર પોતાની કો-સ્ટાર કરીના કપૂર ખાનના બચાવમાં સામે આવી છે. 

મહત્વનું છે કે કરીનાને લોતો તેના મુસ્લિમ સાથે લગ્ન અને તેના પુત્રના નામને લઈને ટ્રોલ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું તમને (કરીના) શર્મ આવવી જોઈએ કે તેણે હિન્દુ હોવાછતા મુસલમાન સાથે લગ્ન કર્યું, જેનાથી તમારૂ એક બાળક પણ છે અને આ બાળકનું નામ પણ એક ખૂંખાર અને કટ્ટરવાદી મુસલમાન શાસકના નામે રાખ્યું છે. 

ટ્રોલર્સને જવાબ આપતા સ્વરાએ લખ્યું કે, તને તારા હોવા પર શરમ આવવી જોઈએ. ભગવાને તને મગજ આપ્યું છે પરંતુ તે તેને ફરત અને પોતાના મોઢાની ગંદકીથી ભરી લીધું છે. તું ભારત અને હિન્દુઓ માટે શર્મજનક છો. તેવું લાગી રહ્યું છે કે, તને આવી વાતો કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે, અથવા આ સરકારની કોઈ પોલિસી છે. 

ઉલ્લેખનીય છે કે કઠુઆ ગેંગરેપનો વિરોધમાં સ્વરાએ પણ પ્લેકાર્ડની સાથે એક ફોટો પોસ્ટ કરી હતી. જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ટ્રોલર્સે તેને તે કહીને આલોચના કરી કે આટલા સંવેદનશીલ મુદ્દા પર વાત કરતા પહેલા તેને મેકઅપ કરવાની શું જરૂર હતી? તેના પર સ્વરાએ ટ્રોલરને જવાબ આપતા લખ્યું કે, તે શૂટિંગમાં હતી તેથી મેકઅપ કરવો પડ્યો. પરંતુ આની જરૂર શું છે? જે લોકો મેકઅપ કરે તે તેના વિચારો રાખી શકતા નથી. તે શું કોઈ મુદ્દા પર અવાજ ન ઉઠાવી શકે? 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close