તસવીર શેર કરી કેટરીનાએ, પણ ટ્રોલ થયો આમિર ખાન, જાણો કેમ?

હાલમાં જ કેટરીનાએ ફાતિમા સના શેખ અને આમિર  ખાન સાથેની એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. જો કે આ તસવીર બાદ લોકોએ આમિર ખાનને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો. 

Viral Raval Viral Raval | Updated: Feb 9, 2018, 10:20 AM IST
તસવીર શેર કરી કેટરીનાએ, પણ ટ્રોલ થયો આમિર ખાન, જાણો કેમ?
તસવીર-સાભાર, કેટરીના કૈફ, ઈન્સ્ટાગ્રામ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને અભિનેત્રી કેટરીના કૈફની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સંબંધિત જાણકારીઓ સેટ પરથી ફેન્સ વચ્ચે બહુ ઓછી બહાર આવી રહી છે. હજુ સુધી સેટ પરથી આમિર ખાન અને અમિતાભ બચ્ચનના ફિલ્મમાં જોવા મળનારા કેટલાક લુક્સ જ સામે આવ્યાં છે. આ તસવીર પણ ફિલ્મ અંગે બહુ રહસ્યો તો બહાર નથી પાડતી. હાલમાં જ કેટરીનાએ ફાતિમા સના શેખ અને આમિર  ખાન સાથેની એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. જો કે આ તસવીર બાદ લોકોએ આમિર ખાનને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો. 

આ કારણથી ટ્રોલ થયો આમિર ખાન
વાત જાણે એમ છે કે કેટરીનાએ જે તસવીર શેર કરી છે તેમાં આમિર કેટરીનાથી લાંબો જોવા મળી રહ્યો છે, બસ ત્યારબાદથી લોકોએ તેને સવાલ પૂછવાનું શરૂ કરી દીધુ કે આખરે આમિર કેટરીનાથી લાંબો કઈ રીતે જોવા મળી રહ્યો છે. આ તસવીરને શેર કરીને કેટરીનાએ લખ્યું કે ઠગ્સ... મારા પ્યારા આમિર અને ફાતિમા. તસવીરમાં આમિર સેન્ટરમાં છે, જ્યારે તેની સાથે કેટરીના ઊભી છે અને આમિરની પાછળ ફાતિમા ઊભી છે. 

'ટાઈગર ઝિંદા હૈ'ની સફળતા બાદ હવે આ ફિલ્મ પર નજર 
સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈને બોક્સ ઓફિસ પર ખુબ સફળતા મળી છે. હવે કેટરીનાના ચાહકોને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો ઈન્તેજાર છે. આ ફિલ્મમાં કેટરીના ઉપરાંત દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ જોવા મળશે. 

ફિલ્મોના સેટ પર મોબાઈલ બેન રાખે છે આમિર
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટથી જેટલી પણ તસવીરો સામે આવી છે તે ધૂંધળી કે બહુ દૂરથી ખેંચવામાં આવેલી છે. આમ પણ આમિર ખાન પોતાની ફિલ્મોને લઈને ખુબ સતર્ક રહે છે. ફિલ્મ સંબંધિત માહિતીને સિક્રેટ રાખવામાં વિશ્વાસ રાખે છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મના સેટ પર આમિર ખાન ફોન સુદ્ધા અલાઉડ કરતો નથી. 

 

Thugs🌟✨🦄my dearest aamir and @fatimasanashaikh 💝

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આમિરે ફિલ્મ માટે બદલી નાખ્યો લુક
હાલમાં જ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટ પરથી કેટલાક ફોટા વાઈરલ થયા હતાં. જેમાં આમિર ખાન નોઝ રિંગ પહેરેલો જોવા મળ્યો હતો. કેટલીક તસવીરોમાં તો તેને ઓળખવો એકદમ મુશ્કેલ છે. આ ફોટામાં આમિર ખાન વિખરાયેલા વાળ, ફટેહાલ જોવા મળી રહ્યો છે. હકીકતમાં ફિલ્મમાં આમિર એક ઠગની ભૂમિકા ભજવી રહ્યો છે. જેના માટે તેણે આખો લૂક બદલ્યો છે. નાક અને કાન વિંધાવ્યાં છે અને વાળી પણ પહેરી છે. આ રોલ માટે આમિરે મૂંછોની સાથે સાથે વાળ પણ લાંબા કર્યા છે. જો કે આ પહેલીવાર નથી બન્યું કે આમિરે કોઈ ફિલ્મ માટે મેક ઓવર કર્યુ હોય. આ અગાઉ પણ આમિરે પોતાની અનેક ફિલ્મો માટે લુક ચેન્જ કર્યો છે. 

ફિલ્મ માટે 20 કિલો વજન ઘટાડ્યું
અહેવાલો મુજબ આમિરે આ ફિલ્મ માટે લગભગ 20 કિલો વજન ઘટાડ્યું છે. આ સાથે જ ફિલ્મમાં ખુબ અલગ કોસ્ટ્યૂમ્સમાં જોવા મળશે. આમિરે પીકે, દંગલ અને ગજની જેવી ફિલ્મો માટે પણ પોતાના વજનમાં વધઘટ કરી હતી. 

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close