TV અભિનેત્રીની તસવીર પર પોલીસકર્મીની કમેન્ટ, 'મેડમ બિકિનીવાળો ફોટો શેર કરો'

ઝી ટીવીની સીરિયલ કુમકુમ ભાગ્યમાં આલિયાની ભૂમિકામાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી શિખા સિહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોલીસકર્મીની કમેન્ટ પર બરાબર તેને બરાબર પાઠ ભણાવ્યો છે. 

TV અભિનેત્રીની તસવીર પર પોલીસકર્મીની કમેન્ટ, 'મેડમ બિકિનીવાળો ફોટો શેર કરો'

નવી દિલ્હી: ઝી ટીવીની સીરિયલ કુમકુમ ભાગ્યમાં આલિયાની ભૂમિકામાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી શિખા સિહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોલીસકર્મીની કમેન્ટ પર બરાબર તેને બરાબર પાઠ ભણાવ્યો છે. તેણે પોલીસકર્મીને ફટકાર લગાવી તથા તેની ઓળખ સુદ્ધા જાહેર કરી નાખી. શિખાનું આ પગલું સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ ઝેલનારી દરેક અભિનેત્રી માટે એક ઉદાહરણરૂપ છે. 

વાત જાણે એમ છે કે બ્લેક ડ્રેસમાં શિખાએ પોતાની એક તસવીર શેર કરી. આ તસવીર નીચે કેપ્શનમાં તેણે લખ્યું કે હું તમારા વીડિયોમાં નજરે ચડનારી કોઈ સામાન્ય યુવતી નથી, ન કોઈ સુપરમોડલ છું. પરંતુ હું તો મારી જાતને કોઈ પણ શરત વગર પ્રેમ કરતા શીખી છું. કારણ કે હું હું છું.... શિખાની આ પોસ્ટ પર અનેક કોમેન્ટ્સ આવી. પરંતુ એક કમેન્ટે તેને ખુબ પરેશાન કરી દીધી. 

A post shared by Shikha Singh Shah (@shikhasingh) on

જગદીશ ગંગે નામના એક માણસે કમેન્ટ કરીને લખ્યું કે સુંદર... પ્લીઝ તમારા કેટલાક હોટ પોઝવાળી તસવીરો પણ શેર કરો.. ન્યૂ યર ગિફ્ટ તરીકે , જેમ કે બિકિનીમાં...ત્યાબાદ શિખાએ એક ફોટો શેર કરતા લખ્યું કે કારણ કે તમને કોઈ કશું કહેતું નથી એનો અર્થ એ નથી કે ભદ્દી ભાષાનો ઉપયોગ કરી શકતા નથી. તમે એટલી સરળતાથી બચી શકશો નહીં મિસ્ટર જગદીશ ગંગે. તમને શરમ આવવી જોઈએ. શિખાએ આ પોસ્ટમાં મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસને પણ ટેગ કરી છે. 

વાત જાણે એમ હતી કે જે જગદીશ ગંગે નામની વ્યક્તિએ શિખાની પોસ્ટ પર કમેન્ટ કરી છે, તેનું એકાઉન્ટ પ્રાઈવેટ છે અને પોતાની જાણકારીમાં તેણે પોતાને આરટીઓમાં કામ કરનાર ગણાવ્યો છે. આ વ્યક્તિએ પોલીસના યુનિફોર્મમાં તસવીર લગાવી રાખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news